For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના પ્રયાસોથી ભારત આર્થિક વિકાસમાં ચીનને પછાડશે : વર્લ્ડ બેંક

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 15 જાન્યુઆરી : ભારતમાં મે 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્‍દ્ર સરકારે લીધેલાં આર્થિક સુધારાના પગલાંથી પ્રોત્‍સાહિત વિશ્ર બેન્‍કે કહ્યું છે કે ભારત વર્ષ 2016-17માં ચીનના આર્થિક વિકાસ સામે કદમ મિલાવશે ભારત.

ભારતની વિકાય યોજનાઓ અને તે માટે લેવામાં આવેલા આર્થિક સુધારણાંના પગલાં અંગે વિશ્વ બેન્‍કના વડા અર્થશાસ્ત્રી તેમ જ વરિષ્ઠ ઉપાધ્‍યક્ષ કૌશિક બસુએ પત્રકારોને કહ્યું હતું કે અમારા વિશ્લેષણ મુજબ વર્ષ 2016 અને 2017માં ભારત ચીનના વૃદ્ધી દરને આંબીને તેના સમકક્ષ આવી જશે.

world-bank-india-map-1

વિશ્ર બેન્‍કે બહાર પાડેલા ગ્‍લોબલ આઉટલુક્‍સઃ ડીસએપોઈન્‍ટમેન્‍ટ, ડાઈવરજન્‍સીસ એન્‍ડ એક્‍સપેક્‍ટેશન્‍સ ગ્‍લોબલ ઈકોનોમિક પ્રોસપેક્‍ટ્‍સ નામક અહેવાલની રજુઆત બાદ કૌશિક બસુએ પોતાના વક્તવ્યમાં આમ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે ચીનનો વિકાસદર 2016માં સાત ટકા તથા 2017માં 6.9 ટકાના આંકે પહોંચશે. તાજેતરના ભૂતકાળમાં સૌપ્રથમ વખત બન્‍યું છે કે ભારતનો વિકાસ દર એશિયાના માંધાતા ચીન સાથે તાલમેલ મીલાવીને તેને સમોવડિયું બની જશે.

વિશ્ર બેન્‍કે ભારતનો વિકાસ દર 2014માં 5.6ના આંકે તથા 2015માં 6.4ના આંકે પહોંચશે તેવી તથા ચીનનો 2014માં અંદાજે 7.4 તથા 2015માં અંદાજે 7.1ના આંકે પહોંચવાની ધારણા બાંધી છે.

વિશ્ર બેન્‍કે પોતાના અહેવાલમાં જણાવ્‍યું છે કે દક્ષિણ એશિયાનો વિકાસ દર 2014માં અંદાજે 5.5 ટકાએ પહોંચવામાં ભારતનો સિંહફાળો છે. ભૌગોલિક વિસ્‍તારમાં વિકાસ દર 2017 સુધીમાં 6.8 ટકાના દરે પહોંચવાની શક્‍યતા છે.

English summary
Narendra Modi government initiatives, India will surpass China in economic development : World Bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X