For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri Festive Offers : હોન્ડાએ આ રીતે બનાવ્યો રેકોર્ડ

નવરાત્રીના પહેલા દિવસે જ 50 હજારથી વધુ ટૂ વ્હીલર વેંચી હોન્ડોએ તેના તમામ જૂના રેકોર્ડ તોડ્યા છે. જો કે નવરાત્રીના અંત સુધીમાં કંપનીનો વેચાણ ગ્રાફ હજી પણ ઊંચા જશે તેવી સંભાવના છે.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ટૂ વ્હીલર કંપની હોન્ડા નવરાત્રીની આ સીઝનમાં જોરદાર કમાણી કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો નવરાત્રી હોન્ડાને જબરી ફળી છે. જાપાનની આ કંપનીએ નવરાત્રી દરમિયાન 52 હજાર ગાડીઓ વેચીને એક નવો રેકોર્ડ બનાવ્યા છે. અને હજી તો નવરાત્રી ચાલી જ રહી છે એટલે દશેરો સુધી પહોંચતા આ નંબરોમાં જોરદાર ઉછાળો આવશે તે વાતમાં કોઇ શંકા નથી. જાપાનની આ કંપનીએ આ રેકોર્ડ સાથે જ તેના જૂના તમામ રેકોર્ડને તોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે પહેલા નોરતે જ 50 હજારથી વધુ વાહન હોન્ડાએ વેંચ્યા છે. અને આમ કરીને જ તેણે આ નવો રેકોર્ડ બનાવ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે કંપનીએ કુલ 52,000 વાહન વેચ્યા છે.

honda

નોંધનીય છે કે વર્ષ 2016માં કંપનીએ નવરાત્રી અને ઉત્સવો દરમિયાન 23,702 ગાડીઓ વેચી હતી. તે મુજબ જોવા જઇએ તો કંપનીની સેલ્સ 122 ટકા વધી છે. વળી નવરાત્રી માટે હોન્ડાએ ખાસ ઓફર પણ લાવી છે. જેના કારણે પણ તેના વેચાણમાં વધારો થયો છે. આ નવરાત્રી વખતે હોન્ડોની ગાડી ખરીદવા પર તમને 7,500 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. વળી ઓછા વ્યાજ દર પણ કંપની આપી રહી છે. અને પ્રોસેસિંગ ફી તથા ડોક્યૂમેન્ટેશન ફી પણ શૂન્ય કરી દીધી છે. અને સરકારી તથા પીએસયૂ કર્મચારીઓને કંપની વધારાનું કેશબેક પણ આપી રહી છે. આ તમામ કારણોએ તેનું વેચાણ વધાર્યું છે. વળી દશેરા અને નવરાત્રી દરમિયાન વાહન લેવું ખૂબ જ શુભ મનાઇ છે. ત્યારે આ તમામ પરિબળોએ હોન્ડાને ચોખ્ખો નફો અપાવ્યો છે.

English summary
navratri festive offers honda two wheelers record sales over 50000 vehicles in a day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X