For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેસ્લેની 100 કરોડ રૂપિયાની નફાખોરી પકડાઈ ગઈ

જીએસટી હેઠળ નફાખોરી વિરોધી જીડીએપીએ ચોકલેટ અને નૂડલ્સ જેવા ઉત્પાદન બનાવનારી કંપની નેસ્લે ઇન્ડિયાની 100 કરોડ રૂપિયાની નફોખોરી પકડાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

જીએસટી હેઠળ નફાખોરી વિરોધી જીડીએપીએ ચોકલેટ અને નૂડલ્સ જેવા ઉત્પાદન બનાવનારી કંપની નેસ્લે ઇન્ડિયાની 100 કરોડ રૂપિયાની નફોખોરી પકડાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે કંપની પર ગ્રાહકોને જીએસટી દરમાં ઘટાડાનો લાભ ન આપવાનો દોષ છે. જોકે, કંપનીએ પકડાઈ ગયા પછી, તેણે ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 16.58 કરોડ રૂપિયા સ્વૈચ્છિક રીતે જમા કરાવી દીધા છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસમાંની 9 ખાસ બચત યોજના, જાણો કેટલું વ્યાજ મળશે

જીએસટી ઘટ્યા પછી પણ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા નહીં

જીએસટી ઘટ્યા પછી પણ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા નહીં

ડીએસએપીએ રાષ્ટ્રીય નફાખોરી વિરોધી ઓથોરિટી એનએએની પાસે જમા કરેલા તપાસ અહેવાલમાં જણાવ્યું છે કે નેસ્લે ઇન્ડિયાએ જીએસટી દરના ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડ્યો નથી. કંપનીએ 100 કરોડ રૂપિયાની નફાખોરી કરી છે. કંપનીએ જીએસટી ઘટ્યા પછી પણ તેમના ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો કર્યો નથી.

ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 16.58 કરોડ રૂપિયા જમા

ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 16.58 કરોડ રૂપિયા જમા

નેસ્લે ઈન્ડિયાના એક પ્રવક્તાનું કહેવું છે કે કંપનીએ ગ્રાહકોને દરના ઘટાડાનો ફાયદો નથી આપ્યો તેથી સ્વેચ્છાએ ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 16.58 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તેઓનું કહેવું છે કે મહત્તમ છૂટક ભાવમાં અચાનક ઘટાડાની સ્થિતિમાં ગ્રાહકોને ભાવ ઘટાડાનો ફાયદો નહીં પહોંચવા પર કંપનીએ 16.58 કરોડ રૂપિયા અલગ રાખ્યા હતા અને તેને તેમના નફા અથવા વેચાણમાં દર્શાવ્યું ન હતું.

178 ઉત્પાદનો પર જીએસટીનો નીચો દર

178 ઉત્પાદનો પર જીએસટીનો નીચો દર

કંપનીનું કહેવું છે કે અમારી વિનંતી પર અધિકારીએ અમને અમારા દ્વારા અલગ રાખવામાં આવેલી રકમ સ્વેચ્છાએ ગ્રાહક કલ્યાણ ભંડોળમાં જમા કરવાનું કહ્યું જે અમે કરાવી દીધા. નેસ્લે ઇન્ડિયા ચોકલેટ, નૂડલ્સ અને કોફી જેવા ઉત્પાદનો વેચે છે.

જીએસટી કાઉન્સિલે 178 ઉત્પાદનો પર જીએસટી દર ઘટાડ્યો છે. જેમાં ચોકલેટ, માલ્ટ, ખાવાનું બનાવવામાં ઉપયોગમાં આવતા લોટમાં અને વેફરનો સમાવેશ થાય છે. જીએસટી હેઠળ જ વ્યવસ્થા કરવામાં આવી છે કે જયારે ભાવમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી ન પહોંચી શકે તો તે રકમને ગ્રાહક કલ્યાણ ભંડોળમાં જમા કરવાની હોય છે.

English summary
Nestle Profiteered Rs 100 Crore By Not Passing GST
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X