For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, આવા હશે ફીચર

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, આવા હશે ફીચર

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ જલદી જ 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBI તરફથી એક દસ્તાવેજમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક પહેલા જ 10, 50, 100 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરી ચૂકી છે. આ ઉપરાંત મોટી નોટોમાં 200 અને 2000 રૂપિયાની નોટ પણ જાહેર કરી ચૂકી છે. જણાવી દઈએ કે 20 રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધીની નવી સીરીઝમાં જાહેર થશે. સાથે જ પહેલા જાહેર કરવામાં આવેલ નોટ આકાર અને ડીઝલમાં અલગ હશે. જો કે જૂની નોટો પણ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

20 રૂપિયાની નોટનું ચલણ

20 રૂપિયાની નોટનું ચલણ

જી ન્યૂઝ વેબ પોર્ટલના રિપોર્ટ મુજબ કેન્દ્રીય બેંકોના આંકડાના હિસાબે 31 માર્ચ 2016 સુધી 20 રૂપિયા મુલ્યની 4.92 અજબ નોટ ચલણમાં હતી. માર્ચ 2018માં નોટની સંખ્યા વધીને 10 અબજ થઈ ગઈ છે. જ્યારે માર્ચ 2018ના અંતમાં ચલણમાં રહેલ કુલ નોટોની સંખ્યામાં 20 રૂપિયાની નોટનો ભાગ 9.8 ટકા છે.

20 રૂપિયાની નોટના નવા ફિચર

20 રૂપિયાની નોટના નવા ફિચર

જો 20 રૂપિયાની નોટની વાત કરીએ તો આરબીઆઈના એક નોટિફિકેશન મુજબ નવી નોટના નંબર પેનલમાં અંગ્રેજીનો અક્ષર S હશે. નોટ પર રિઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર હશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ નોટની ડિઝાઈન પૂર્વમાં ઈસી શ્રૃંખલામાં જાહેર 20 રૂપિયાની નોટ સમાન હશે.

20 રૂપિયાની નોટના અન્ય ફીચર

20 રૂપિયાની નોટના અન્ય ફીચર

આ ઉપરાંત 20 રૂપિયાની નવી નોટ પર પણ ઐતિહાસિક ઈમારતની તસવીર હશે. રિપોર્ટ મુજબ 20 રૂપિયાની નવી નોટ પર યૂનેસ્કો તરફથી વિશ્વ ધરોહરના રૂપમાં પ્રચલિત મહારાષ્ટ્ર ની અજંતા ગુફાઓની તસવીર હશે. નવી નોટ જૂની નોટની સરખામણીએ 20 ટકા નાની હશે. 20 રૂપિયાની નવી નોટ પણ નોટબંધી બાદ જાહેર કરવામાં આવેલ આધુનિક સુરક્ષા ફીચર્સની સાથે તૈયાર કરવામાં આેલ છે. 20 રૂપિયાની નવી નોટમાં જૂની નોટના સરખામણીએ મુખ્ય બદલાવ રંગ અને સ્મારકનો જ છે.

આવા પણ ફીચર્સ

આવા પણ ફીચર્સ

નોટ પર અંકિત 20 RBI સીલ, મહાત્મા ગાંધીની તસવીર, આરબીઆઈ લેજેન્ડ, ગેરેન્ટી અે પ્રોમિસ ક્લૉઝ, ગવર્નરના હસ્તાક્ષર, અશોક પિલર જે હજુ સુધી હીથ્રેટોમાં મુદ્રિત હતા, હવે તે ઈન્ટેગલિઓમાં ઑફસેટ પ્રિન્ટેટ હશે. જ્યારે નોટમાં જમણી બાજુ બનેલ વર્ગાકાર આઈડેન્ટિફિકેશન માર્ક હટાવી દેવામાં આશે.

પેટ્રોલની કિંમત 2018ના સૌથી નીચલા સ્તરે, ડીઝલ પણ થયું સસ્તું પેટ્રોલની કિંમત 2018ના સૌથી નીચલા સ્તરે, ડીઝલ પણ થયું સસ્તું

English summary
Here you will read about new note of 20 rupees, you will also read the possible feature of new 20 rupee note.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X