For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત 5મા સેશનમાં નિફ્ટીના ડાંડિયા ડૂલ, એશિયન માર્કેટમાં રિકવરી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 17 ડિસેમ્બર : આજે ઘરેલું સંસ્થાઓએ માર્કેટની રિકવરીમાં મદદ કરવા માટે ભારે ખરીદી કરવા છતાં સતત પાંચમા સેશનમાં નિફ્ટી ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આજે પૂરા થતા સેશનમાં નિફ્ટી 37 પોઇન્ટસ, જ્યારે સેન્સેક્સ 17 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

બજારમાં આજે નીચલા સ્તરેથી જોરદાર કમબેક થયું હતું. ખરાબ વૈશ્વિક સંકેત અને એફઆઈઆઈ રોકાણકારોની વેચવાલીથી નિફ્ટી શરૂઆતી કારોબારમાં 8000ના મનોવૈજ્ઞાનિક સ્તરના પણ નીચે લપસી ગયો હતો. આજે સેન્સેક્સ 26469.42ના નીચલા સ્તર સુધી, તો નિફ્ટી 7961.35 સુધી લપસ્યો હતો.

મેટલ અને ઑયલ એન્ડ ગેસમાં ખરીદારીથી બજારને રિકવર થવામાં મદદ મળી. જોકે ફાર્મા, ઑટો, રિયલ્ટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને એફેમસીજી શેરોમાં વેચવાલીથી બજાર પર દબાણ બન્યો છે. જે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી હાવી રહી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.6% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.1%નો ઘટાડો નોંધાયો છે.

stock-markets-6

અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 71.3 અંક એટલેકે 0.25%ના ઘટાડાની સાથે 26710ના સ્તર પર બંધ થયું છે. જે એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 37.8 અંક એટલે કે 0.5% ઘટીને 8029.8ના સ્તર પર બંધ થયું છે.

આજના કારોબારી સત્રમાં ડીએલએફ, એસિયન પેન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, સિપ્લા, કેર્ન ઈન્ડિયા, હીરો મોટો, ભારતી એરટેલ, આઈટીસી અને સન ફાર્મા જેવા દિગ્ગજ શેર 4-2.2% સુધી તૂટીને બંધ થયા છે. જોકે સેસા સ્ટરલાઈટ, ઓએનજીસી, એનએમડીસી, એસબીઆઈ, હિન્ડાલ્કો અને ગેલ જેવા દિગ્ગજ શેર 3.8-1% સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં તિલક ફાઈનાન્સ, પીએમસી ફિનકોર્પ, બીએફ યૂટિલિટીઝ, કેઈસી ઈન્ટરનેશનલ અને અપોલો ટાયર્સ સૌથી વધારે 11.2-7% સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં વિસાગર પૉલિટેક્સ, રોલોટેનર્સ, ગણેશ હાઉસિંગ, પીસી જ્વેલર અને શ્રી રામ અર્બન સૌથી વધારે 11.1-6.7% સુધી કમજોર થઈને બંધ થયા છે.

English summary
Nifty Ends Lower for 5th Straight Session; Asian Markets Recover.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X