For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીરજ ગોયલના ક્લોન અલ્ગો ટેક શેર્સમાં તેજી, એશિયાના 5મા બિલિયોનેર બન્યા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 ઓક્ટોબર : ક્લોન અલ્ગો ટેક્નોલોજીના એનઆરઆઇ (નોન રેસિડેન્ટ ઇન્ડિયન - NRI) માલિક એશિયાના પાંચમા સૌથી મોટા બિલિયોનેર બન્યા છે. તેમની આ સિધ્ધિ તેમની કંપનીના શેર્સમાં આવેલા મોટા ઉછાળાને પગલે પ્રાપ્ત થઇ છે.

ક્લોન અલ્ગો ટેક્નોલોજી વિદેશના શેર માર્કેટ, ગોલ્ડ, ક્રુડ ઓઇલ અને શેર્સમાં અલગોરિધમ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે જાણીતી છે.

ન્યુયોર્કના સ્ટોક એક્સચેન્જમાં ક્લોન અલ્ગો ટેક્નોલોજીનો ભાવ ઓક્ટોબરમાં 12 યુએસડોલર થયો છે.

super-rich-1

શુક્રવારે કંપનીના શેરની ઓપનિંગ પ્રાઇસ 12 અમેરિકન ડોલર થતા જ તેનું મૂલ્ય વધીને 8.534 અમેરિકન ડોલર થયું હતું. આ મૂલ્ય માર્કેટમાં 711.15 મિલિયન શેરને આધારે થયું હતું. આ ઉછાળો આગામી દિવસોમાં ક્લોન અલ્ગો ઇન્કનું વિલિનિકરણ ક્લોન અલ્ગો ટેક્નોલોજીસમાં થવાના સમાચાર વહેતા થયા હોવાને કારણે થયું હતું.

આ ગ્રુપ વિદેશના શેર માર્કેટ, ગોલ્ડ, ક્રુડ ઓઇલ અને શેર્સમાં અલગોરિધમ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવે છે.

ગત રાત્રે ન્યુ યોર્કના શેરબજારમાં ક્લોન અલ્ગો ટેકનોલોજીસના પ્રથમ ઓપનિંગ પ્રસંગે કંપનીના શોધક અને ચેરમેન નીરજ ગોયલે આ વૃદ્ધિને આવકારી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ઓપનિંગ પ્રાઇસ અમારી અપેક્ષાઓ મુજબ રહી છે તેનો આનંદ છે.

ભારતના લુધિયાણામાં જન્મેલા નીરજ ગોયલની કુલ સંપત્તિમાં હવે 12.95 મિલિયન ડોલરનો વધારો થયો છે. આ વૃદ્ધિમાં અન્ય કંપનીઓમાં રહેલો વધારો પણ સામેલ છે. જેના કારણે એશિયાના ટેકનોલોજી બિલિયોનેર્સમાં તેઓ પાંચમા ક્રમે પહોંચી ગયા છે.

English summary
Niraj Goel's Clone Algo Tech Stock Soars; Makes him 5th Richest Tech Billionaire in Asia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X