સામાન્ય બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નિર્મલા સીતારમણ નહિ પરંતુ આ હતા
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બીજી વાર સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સીતારમણે લોકસભામાં 2020-21નુ સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ એવા સમયે રજૂ કરવામાં આવી રહ્યુ છે જ્યારે અર્થવ્યવસ્થા સુસ્તીના દોરમાં છે. પરંતુ સામાન્ય બજેટ રજૂ કરનાર તે પહેલા મહિલા નાણામંત્રી નથી, તેમના પહેલા દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ 1970-71નુ બજેટ રજૂ કર્યુ હતુ. તેમણે મોરારજી દેસાઈના આ પદેથી હટ્યા બાદ નાણામંત્રીનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.
ઈન્દિરા ગાંધી એ સમયે દેશના પ્રધાનમંત્રી હતા. વળી, મોરારજી દેસાઈ નાણામંત્રી ઉપરાંત ઉપપ્રધાનમંત્રી પણ હતા. પરંતુ ત્યારે ગાંધીએ તેમને નાણામંત્રીના પદેથી હટાવીને ખુદ કાર્યભાર સંભાળી લીદો હતો. તેમણે ઉપપ્રધાનમંત્રીના પદે દેસાઈને રહેવા માટે પણ કહ્યુ હતુ પરંતુ મોરારજી દેસાઈએ ઈન્દિરા ગાંધીની કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. તેમણે લગભગ એક વર્ષ સુધી આ પદનો સંભાળ્યુ. બાદમાં આ પદ તત્કાલીન ગૃહમંત્રી યશવંતરાય ચવ્હાણને મળી ગયુ.
વળી, જો સીતારમણની વાત કરીએ તો તેમણે પહેલુ સામાન્ય બજેટ ગયા વર્ષ 5 જુલાઈના રોજ રજૂ કર્યુ હતુ. તેમણે મે 2019માં નાણામંત્રીના પદ પર શપથ લીધા હતા. તે બ્રાઉન બ્રીફકેસના બદલે લાલ કપડામાં લપેટાયેલા બજેટ સાથે હાજર થયા હતા. તેમણે તેને દેશની ખાતાવહી એવુ નામ આપ્યુ હતુ. નિર્મલા સીતારમણ દેશની બીજી મહિલા નાણામંત્રી હોવા ઉપરાંત દેશની બીજી મહિલા સંરક્ષણ મંત્રી પણ હતા કારણકે પહેલા સંરક્ષણ મંત્રી ઈન્દિરા ગાંધી જ રહ્યા છે.
ઈન્દિરા ગાંધીએ સંરક્ષણ વિભાગ નવેમ્બર 1975થી લઈને ડિસેમ્બર 1975 સુધી સંભાળ્યો હતો. આના માટે એક વાર ફરીથી તેમણે આ વિભાગને જાન્યુઆરી 1980થી જાન્યુઆરી 1982 સુધી સંભાળ્યો હતો. આ વખતે 2020ના સામાન્ય બજેટમાં એ આશા રાખવામાં આવી રહી છે કે નિર્મલા સીતારમણ કરના દરોમાં ઘટાડો કરવાની ઘોષણા કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે સંપત્તિના વેચાણ પર કેપિટલ ગેઈન્સ ટેક્સ પણ ખતમ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ Union Budget 2020: સેલ્સ ગર્લથી નાણામંત્રી બનવા સુધી નિર્મલા સીતારમણની સફર