Union Budget 2022 : PM મોદીનું સૂચન હતું કે, કોઈ વધારાનો ટેક્સ ન લગાવો : નિર્મલા સીતારમણ
Union Budget 2022 : નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2022 રજૂ કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું છે કે, અમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સ્પષ્ટ સૂચનાઓ હતી કે, કોઈ વધારાનો કર લાદવો જોઈએ નહીં. વડાપ્રધાને કહ્યું હતું કે, કોવિડ મહામારી વચ્ચે ટેક્સમાં વધારો કરવો જોઈએ નહીં. તેવી જ રીતે, તેમણે (મોદી) ગયા વર્ષે પણ આ જ સૂચના આપી હતી.
નાણામંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કર કપાતની મર્યાદા 10 ટકાથી વધારીને 14 ટકા કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીના નિર્દેશ મળ્યા બાદ કોઈ વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો નથી.જેના કારણે બજેટ 2022-23માં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સાથે નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, આનાથી રાજ્ય સરકારના કર્મચારીઓને સામાજિક સુરક્ષા લાભો મળશે અને તેમને કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ લાવશે.

બજેટથી દરેકને ફાયદો થશે
આજે શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બજેટથી દરેકને ફાયદો થશે, ખાસ કરીને ગરીબો અને સમાજના પછાત વર્ગના લોકોને. "આ બજેટ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓ માટે નવી સંભાવનાઓથી ભરેલું છે"
વડાપ્રધાને કહ્યું કે, તે ગ્રીન સેક્ટરમાં નોકરીઓમાં પણ વધારો કરશે. આ બજેટનું એક મહત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે.

આ વર્ષનું બજેટ "India@75 થી India@100" હશે
સરકારનું કહેવું છે કે, આ વખતે બજેટનો ઉદ્દેશ્ય કોરોના રોગચાળા અને વધતી જતી મોંઘવારીથી ચાલી રહેલા વિક્ષેપ વચ્ચે આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો છે.
નાણામંત્રીનિર્મલા સીતારમણે પણ કહ્યું કે, આ વર્ષનું બજેટ અર્થતંત્ર ચલાવવા માટે એક બ્લુ પ્રિન્ટ "India@75 થી India@100" હશે.

જાન્યુઆરી માટે કુલ GST કલેક્શન 1,40,986 કરોડ
જો કે નિષ્ણાતોનું માનવું છે કે, આ વખતનું બજેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટો ફટકો સાબિત થશે. આવા સમયે, 2022-23માં કેન્દ્ર સરકારનો અસરકારક મૂડી ખર્ચરૂપિયા10.68 લાખ કરોડનો અંદાજ છે, જે GDPના લગભગ 4.1 ટકાનો સમાવેશ કરે છે.
મંગળવારે આવક વિશે બોલતા, સીતારમણે કહ્યું હતું કે, જાન્યુઆરી માટે કુલGST કલેક્શન 1,40,986 કરોડ હતું, જે 2017 માં લોન્ચ થયા બાદ સૌથી વધુ છે.
નાણામંત્રી સીતારમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં 2022-23 થી રિઝર્વ બેંક દ્વારા બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ચલણ જાહેર કરશે, જે અર્થતંત્ર માટેએક મોટું પ્રોત્સાહન હશે. કહેવામાં આવી રહ્યું છે કે, તેને 'ડિજિટલ રૂપિ' કહેવામાં આવશે.