For Daily Alerts
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કેગ ઑડિટની ના પાડી
નવી દિલ્હી, 17 ઑક્ટોબર : પેટ્રોલિયમ મંત્રાલયે વડાપ્રધાન કાર્યલયને સૂચના આપી છે કે તેણે કેજી-ડી6 ફિલ્ડ્સમાંથી પ્રકૃતિક ગેસનું ઉત્પાદન વધારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની યોજનાને મંજૂરી નથી આપી. આ માટેનું કારણ આપતા મંત્રાલયે જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે કેગને પોતાના હિસાબોનું ઑડિટ કરવાની ના પાડતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પેટ્રોલિયમ સચિવ જી સી ચતુર્વેદીએ 24 સપ્ટેમ્બરે વડાપ્રધાનના મુખ્ય સચિવ પુલક ચતુર્વેદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં જણાવ્યું હતું કે ડીજીએચની આગેવાનીવાળી સમિતિ આરઆઇએલ દ્વારા રજૂ કરેલા બધા જ વિકાસ પ્રસ્તાવો પર રાજી થઇ ગઇ હતી. જો કે કંપનીએ કેગને ક્જી-ડી6 બ્લેક પર થયેલા ખર્ચાનું ઑડિટ કરવાની ના પાડતા તમામ પ્રસ્તાવો પર નિર્ણય અટકાવી દેવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે આરઆઇએલ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિયમ મંત્રાલયને લખેલા એક પત્રમાં ફિલ્ડમાં થયેલા ખર્ચનું ઑડિટ કરાવવાની તૈયારી દર્શાવી હતી. સાથે એમ પણ કહ્યું હતું કે એક ખાનગી કંપનીના ઑડિટ ચેક કરવાનો અધિકાર કેગ પાસે નથી.