ટેક્સના નામે વેપારીઓને પરેશન નહિ કરી શકે અધિકારીઃ નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવકવેરા વિભાગના અધિકારી ટેક્સને લઈ વેપારીઓને પરેશાન નહિ કરી શકે. આના માટે એક નવી સિસ્ટમ લાગૂ કરવામાં આશે. કરદાતાઓને થનાર પરેશાનીઓથી બચાવવા માટે નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ ટારગેટ પૂરો કરવામાં આવશે પરંતુ તેના માટે અધિકારી કોઈપણ ટેક્સપેયરને પરેશાન નહિ કરી શકે. અત્યારે બધા કર નોટિસ સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ દ્વારા જાહેર થશે સાથે જ આઈટીઆર તપાસને સહેલી બનાવી દેવામાં આવશે.
કોઈ અધિકારી કંપનીની ઑફિસ નહિ જાય. આ આખું કામ સેનટ્્રલ કમાન્ડથી થશે. જો કોઈ અધિકારી નોટિસ મોકલે છે તો તેના પર ધ્યાન દેવાની જરૂરત નથી. કોમ્પ્યુટર સેન્ટ્રલ કમાંડથી નોટિસ આવશે તેને જ માન્ય ગણવામાં આવશે. નોટિસનો જવાબ આપ્યા બાદ ત્રણ મહિનાની અંતર તેને ઉકેલવાની જવાબદારી આવકવેરા વિભાગની રહેશે.
નાણામંત્રીએ જણાવ્યું કે કંપની એક્ટ અંતર્ગત કો્પેરેટ આધારે 1400 કેસ પરત લેવામાં આવ્યા છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત સીઈઓ પર કેસ નહિ ચાલે. જો ઉલ્લંઘન થાય છે તો તેને અપરાધિક મામલાની અંતર્ગત લેવામાં નહિ આવે. સરકાર આ સંદર્ભમાં કંપની એક્ટની સમીક્ષા કરશે જેમાં તેને જેલ મોકલવાનું પ્રાવધાન હતું.
નાણામંત્રીએ કહ્યું કે સરકારી બેંકો માટે 70 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આશે. સરકાર પર ટેક્સ લઈને લોકોને પરેશાન કરવાના આરોપો જૂઠા છે. અમે જીએસટીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા જઈ રહ્યા છીએ. ટેક્સ સાથે જોડાયેલ કાનૂનોમાં પણ સુધારો થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશના આર્થિક હાલાતો વિશે જાણકારી આપતા કેટલીય ઘોષણાઓ કરી છે. મંદીની આશંકાને નકારતા તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા બાકી દેશોની સરખામણીએ સારી છે. જો કે તેમણે જીડીપી ઘટવાની વાત ફણ સ્વીકારી છે.
અરુણ જેટલી પ્રોફાઈલઃ છાત્ર નેતા, દેશના સૌથી મોંઘા વકીલથી નાણામંત્રી સુધીની સફર