ડીઝલનો ભાવવધારો પાછો ખેંચવાનો સવાલ જ નથી : મોઇલી

veerappa-moily
જયપુર, 20 જાન્યુઆરી: કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી વીરપ્પા મોઇલીએ શનિવારે સ્પષ્ટ કરી દિધું હતું કે તાજેતરમાં ડીઝલના ભાવમાં થયેલા ભાવવધારાને સરકાર પાછો ખેંચશે નહી, આ સાથે સાથે વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે ભારત જ એક એવો દેશ છે જ્યાં ડીઝલ પર નિયંત્રણ છે.

જયપુરમાં ચાલી રહેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં પત્રકારો સાથે વાતચીતમાં વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે ક્યારેક-ક્યારેક લોકો સમજતા નથી. કેરોસીનના ભાવમાં અમે વધારો કર્યો નથી આ મોટાપાયે લોકોને પ્રભાવિત કરે છે. જ્યારે સબસિડીયુક્ત એલપીજીની સંખ્યા વધારવાની માંગ ઉઠી તો અમે ભાવ વધાર્યા વિના તેની સંખ્યા નવ કરી દિધી છે.

વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે વિજય કેલકર સમિતિએ ધીમે-ધીમે સબસિડી સમાપ્ત કરવાની ભલામણ કરી છે. રાજગના શાસનકાળ દરમિયાન ડીઝલને નિયંત્રણમુક્ત કરવાની માંગણી કરી છે પરંતુ ભારત એક એવો દેશ છે જ્યાં ડીઝલ પર નિયંત્રણ છે. વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે વિશ્વમાં સૌથી સસ્તુ ડીઝલ અથવા પેટ્રોલ ભારતમાં ઉપલબ્ધ છે જ્યારે તેલ ઇંઘણ 83 ટકા આયાત કરીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X