For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદો! સબસિડી વગરના ગેસ સિલેંડરમાં 113 રૂપિયાનો ઘટાડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ડિસેમ્બર: જ્યારથી નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન પદની ખુરશી સંભાળી છે ત્યારથી એવું લાગવા લાગ્યું છે કે હવે સારા દિવસોની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ઘટાડો નોંધાયા બાદ હવે સરકારે એલપીજીના ભાવોમાં ભારે ઘટાડો કર્યો છે.

gas
સબસિડી વગરના રાંધણ ગેસ સિલેંડર 113 રૂપિયા સસ્તા થઇ ગયા છે. આ ઘટાડા બાદ 14.2 કિલો ગ્રામવાળા બિન સબસિડીવાળા સિલેંડર જે પહેલા 865 રૂપિયામાં મળતો હતો તે હવે 752 રૂપિયામાં મળશે. એટલું જ નહીં તેની સાથે સાથે વિમાનમાં ઉપયોગમાં લેવાતા ઇંધણ (એવિએશન ટરબાઇન ફ્યૂલ)ના ભાવમાં પણ 4.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ ઘટાડાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થયેલા ઘટાડાને માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પાંચ માસ દરમિયાન સબસિડી વગરના ગેસ સિલેંડરો પર લગભગ 170 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ગેસની કિંમતો ત્રણ વર્ષોના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઇ છે.

English summary
Price of non-subsidised cooking gas (LPG) was today cut by a steep Rs 113 per cylinder and that of jet fuel (ATF) by 4.1 per cent as international oil rates slumped to multi-year lows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X