For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એડ્રેસ બદલાવાથી ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યું નથી? રિફંડ મેળવવા આમ કરો

|
Google Oneindia Gujarati News

ઘર બદલ્યા બાદ ઇન્કમ ટેક્સ ઓથોરિટીને આ અંગેની જાણ નહીં કરનારા અનેક ટેક્સ પેયર્સને તેમનું રિફંડ મળવામાં વિલંબ થાય છે અથવા મળતું નથી. ઘણીવાર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે અનેક લોકો પોતાનું નવું એડ્રેસ તેમાં સુધારતા નથી.

જ્યારે રિફંડ તૈયાર થાય છે અને ટેક્સ પેયરના આપેલા એડ્રેસ પર મોકલવામાં આવે છે. ત્યારે ચેક મુંબઇમાં રહેલી ઓથોરિટી પાસે રિટર્ન આવે છે. આ કારણે જરૂરી છે કે જ્યારે પણ આપ રિટર્ન ફાઇલ કરો ત્યારે લેટેસ્ટ એડ્રેસ સાથે ફાઇલ કરો. રિફંડ આવવા દરમિયાન જો તેમાં કોઇ ફેરફાર થાય તો ઓથોરિટિને તરત જાણ કરો.

tax-3

નવા એડ્રેસ પર ઇન્કમ ટેક્સ રિટર્ન મેળવવા માટે શું કરવું જોઇએ?
આ માટે આપે આપના એસેસિંગ ઓફિસરનો સંપર્ક કરવાનો રહે છે. તેમને આપના રેસિડેન્શિયલ એડ્રેસમાં થયેલા ફેરફારની જાણ કરવી પડે છે. અધિકારી આપને નોંધ લીધાની જાણ કરે ત્યાર બાદ આપે રિફંડ રિઇશ્યુ કરવા માટે ફરીથી અરજી કરવી જોઇએ. આપને નવા એડ્રેસ અંગે નોટિફિકેશન મળે ત્યાર બાદ આપ રિફંડ મેળવવા ઓનલાઇન પણ અરજી કરી શકો છો.

ECSનો અમલ શા માટે નહીં?
ઇસીએસ ક્રેડિટના કોન્સેપ્ટનો અમલ હજી પણ ઇન્કમ ટેક્સ રિફંડ માટે સંપૂર્ણ રીતે થઇ શક્યો નથી. આનો અર્થ એ થયો કે જો આપે એડ્રેસ બદલ્યું અને રિફંડ સ્પીડ પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યું તો તે અનલિડિવર્ડ તરીકે દર્શાવવામાં આવશે. આ મોટી સમસ્યા છે. અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે શા માટે રિફંડ ઇસીએસ, એઇએફટી કે આરટીજીએસ મારફતે આપવામાં આવતું નથી.

બેંગલોર જેવા શહેરમાં આજે પણ લોકોને તેમનું રિફંડ ચેક મારફતે મળે છે. જેમાંથી કેટલાકનું બેંક એકાઉન્ટ બદલાઇ જવાથી તેમને મુશ્કેલી નડે છે.

English summary
Not Received Income Tax Refund Due to Change in Address? Here’s What you Should Do.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X