For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોબેલ વિજેતા અભિજીત બેનર્જીના નિવેદનથી સરકારને લાગી શકે છે ઝટકો

નોબેલ પુરસ્કાર વિજેતા અને જાણીતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનુ કહેવુ છે કે કોરોના વાયરસ મહામારીના કારણે જો કંપનીઓ ચીનથી બહાર નીકળી જશે તો આનો ફાયદો ભારતને થશે.

|
Google Oneindia Gujarati News

નોબેલ પુરસ્કાર વિજેતા અને જાણીતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનુ કહેવુ છે કે કોરોના વાયરસ મહામારીના કારણે જો કંપનીઓ ચીનથી બહાર નીકળી જશે તો આનો ફાયદો ભારતને થશે. તેમણે કહ્યુ કે બધા લોકો ચીનને કોવિડ-19ના પ્રકોપ માટે દોષી ગણાવી રહ્યા છે કારણકે આ વાયરસ ત્યાંથી જ ફેલાયો. બેનર્જીએ કહ્યુ, કોરોના વાયરસના પ્રકોપ માટે ચીનને દોષી ગણવામાં આવી રહ્યુ છે. લોકો અહીં સુધી કહી રહ્યા છે કે આનાથી ભારતને ફાયદો થશે કારણકે કારોબાર ચીનથી હટીને ભારતમાં આવશે પરંતુ બની શકે કે આ સાચુ ન થાય.

Abhijit Banerjee

તેમણે કહ્યુ કે શું થશે જો ચીન પોતાની મુદ્રા યુઆનનુ અવમૂલ્યન કરે. આવી સ્થિતિમાં ચીની ઉત્પાદ સસ્તા થઈ જશે અને લોકો આગળ પણ તેમના ઉત્પાદનો ખરીદવાનુ ચાલુ રાખશે. બેનર્જી પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યમાં કોવિડ-19નો મુકાબલો કરવા માટે બનાવવામાં આવેલ વૈશ્વિક સલાહકાર બોર્ડના સભ્ય પણ છે. રાહત પેકેજ માટે કેન્દ્ર દ્વારા ખર્ચ કરવામાં આવી રહેલ રકમ અને જીડીપીના સરેરાશ વિશે પૂછવા પર તેમણે કહ્યુ કે અમેરિકા, બ્રિટન અને જાપાન જેવા દેશ પોતાની જીડીપીનો મોટો ભાગ ખર્ચ કરી રહ્યા છે.

તેમણે કહ્યુ, 'ભારતે પોતાના જીડીપીના એક ટકાથી પણ ઓછુ 1.70 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી છે. આપણે જીડીપીના સરેરાશમાં વધુ ખર્ચ કરવુ જોઈએ.' કોરોના વાયરસ મહામારીના પ્રકોપ વચ્ચે કેન્દ્ર સરકારે ગરીબોની મુશ્કેલીઓ ઘટાડવા માટે 1.70 લાખ કરોડ રૂપિયાથી વધુના પેકેજની ઘોષણા કરી છે. બેનર્જીએ કહ્યુ કે મુખ્ય સમસ્યા એ છે કે દેશના લોકો પાસે પૂરતી ખરીદ ક્ષમતા નથી.

આ પણ વાંચોઃ ગુજરાતઃ મા-બાપ જ બન્યા ભક્ષક, બે માસૂમ બાળકોની હત્યા કરીઆ પણ વાંચોઃ ગુજરાતઃ મા-બાપ જ બન્યા ભક્ષક, બે માસૂમ બાળકોની હત્યા કરી

English summary
Not sure India will gain if businesses shift from China, says Nobel laureate and economist Abhijit Banerjee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X