
હવે સેનિટરી નેપકિન ફક્ત 1 રૂપિયામાં મળશે
સરકાર હાઇજીનને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને વધુ સશક્ત બનાવવા માટે એક મોટું પગલું લઈ રહી છે. આને કારણે જન ઔષધિ કેન્દ્રોમાં વેચાતા 'સુવિધા' સેનિટરી નેપકિન્સને સસ્તા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી જાહેર આરોગ્ય કેન્દ્રોમાં સેનિટરી નેપકિન્સ માત્ર 1 રૂપિયામાં મળશે. 27 ઓગસ્ટ પહેલા તેની કિંમત 2.50 રૂપિયા હતી. એટલે કે, 4 પેડવાળું 10 રૂપિયાનું પેક હવે ફક્ત 4 રૂપિયામાં મળશે. કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયની દેખરેખ રાખનારા ખુદ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આ વાતની જાણકારી આપી હતી.

27 ઓગસ્ટથી જન ઔષધિ કેન્દ્રોમાં મળશે
આ વિશે માંડવીયાએ જણાવ્યું હતું કે અમે ઓક્સો બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન શરૂ કરી છે જેની કિંમત 1 રૂપિયા છે. 'સુવિધા' બ્રાન્ડ અંતર્ગત નેપકિન્સ દેશભરના 5,500 જન ઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, નેપકિન્સના ભાવમાં 60 ટકાનો ઘટાડો કરીને, મોદી સરકારે 2019 ની સામાન્ય ચૂંટણીમાં આપેલા વચનને પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે, હાલમાં ઉત્પાદકો ઉત્પાદનના ખર્ચ પર અમને સેનિટરી નેપકિન્સ પ્રદાન કરી રહ્યા છે. તેથી, અમે રિટેલ પ્રાઇસ ઘટાડવા માટે સબસિડી આપીશું.

ઉપયોગમાં થશે વૃદ્ધિ
મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે સેનિટરી નેપકિન યોજના માર્ચ 2018 માં જાહેર કરવામાં આવી હતી અને આ પેડ્સ મે 2018 થી કેન્દ્રો પર ઉપલબ્ધ થવા લાગ્યા હતા. છેલ્લા એક વર્ષમાં, આ કેન્દ્રો પરથી અંદાજે 2.2 કરોડ સેનિટરી નેપકિન્સનું વેચાણ થયું છે. ભાવ ઘટાડા પછી નેપકિન્સના વેચાણમાં બે ગણો વધારો થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે સરકાર સેનિટરી નેપકિન્સની ગુણવત્તા, ક્વોલિટી અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળશે
નેપકિન્સના ભાવ ઘટાડ્યા બાદ માંડવીયાએ કહ્યું કે, બજારમાં સેનિટરી નેપકિન્સની સરેરાશ કિંમત 6-8 રૂપિયાની વચ્ચે હોય છે ત્યારે સસ્તી નેપકિન્સની ઉપલબ્ધતા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16 અનુસાર 15 થી 24 વર્ષની લગભગ 58 ટકા મહિલાઓ સ્થાનિક રૂપે બનાવેલા નેપકિન્સ અને ટૈન્પોનનો ઉપયોગ કરે છે.

ધ્યાન આપો
બાયોડિગ્રેડેબલનો અર્થ તે પદાર્થ અથવા વસ્તુ છે જે બેક્ટેરિયા અથવા જીવજંતુ દ્વારા નાશ પામે છે. આ ભવિષ્યમાં કોઈપણ રીતે વાતાવરણને દૂષિત કરતું નથી. બાયોડિગ્રેડેબલ નેપકિન્સ પણ ઉપયોગ પછી નાશ કરી શકાય છે. જ્યારે, બજારમાં મળતા સિન્થેટીક રેસા જેવા પ્લાસ્ટિકના બનેલા પેડમાંથી એકઠા થયેલા કચરા પર્યાવરણને ખૂબ પ્રદૂષિત કરી રહ્યા છે.
આ પણ વાંચો: RBIએ આપેલા 1.76 લાખ કરોડના ફંડનું શું કરશે મોદી સરકાર?