ખુશ ખબરી: હવે 10 દિવસમાં નીકાળી શકશો PFના પૈસા
નોકરીયાત લોકો માટે એક સારા સમાચાર છે. હવે તમે ભવિષ્યનિધિ એટલે કે પીએફમાંથી ખાલી 10 દિવસની અંદર પૈસા નીકાળી શકો છો. રિટાયરમેન્ટ ફંડ મેનેજર ઇપીએફઓ એ ક્લેમ સેટલમેન્ટનો ગાળો ટૂંકો કર્યો છે. હવે તમારી ફરિયાદો, પીએફ વિથડ્રોલ, પેન્શન અને વીમાને લગતી મુશ્કેલીઓને જલ્દી જ દૂર કરવામાં આવશે. પહેલા આ માટે 20 દિવસનો સમય લાગતો હતો. જે હવે ઓછા કરીને 10 દિવસ કરી લીધો છે. ઇપીએફઓના ક્લેમ માટે સમયવિધિ 10 દિવસ અને ફરિયાદ નિવારણની અવધિ 15 દિવસ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 2015માં આ પ્રક્રિયા માટે 20 દિવસની સમય સીમા નક્કી કરવામાં આવી હતી. જે હવે ટૂંકી કરીને 10 દિવસ કરવામાં આવી છે. જેનો ફાયદો ઇપીએફઓના 4 કરોડ સહભાગીઓને મળશે. વળી લોકોને સરળતા રહે તે માટે ઇપીએફઓને 1 મે 2017ના રોજ ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટ સુવિધા પણ શરૂ કરી છે. આમ તમારી ફરિયાદનું નિવારણ લાવવા માટે હવે તમારી ઇપીએફઓ ઓફિસના ચક્કર નહીં લગાવવા પડે. મુખ્યત્વે ઇપીએફઓ આવી સુવિધા દ્વારા નોકરીયાતોને સારી સુવિધા આપવા માંગે છે. શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયે કહ્યું છે તે ઇપીએફઓમાં પારદર્શકતા ઇચ્છે છે જે માટે ફરિયાદ નિવારણ તંત્ર અને સેવા આપૂર્તિ તંત્ર મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
{promotion-urls}