મોરેટોરિયમમાં લોન પર વ્યાજ માફ કરવાની અરજી પર જવાબ આપે કેન્દ્ર અને RBI: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્લીઃ કોરોના કાળમાં રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી લોન મોરેટોરિયમની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે મોરેટોરિયમની સમયસીમા ખતમ થઈ રહી છે તો લોકોને બેંક લોનની ઈએમઆઈ ન આપવા પર બેંક એ આખી રકમ પર વ્યાજ વસૂલવાની તૈયારી કરી રહી છે. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે સુનાવણી કરી.
સુપ્રીમ કોર્ટે આ બાબતે વિસ્તૃત જવાબ દાખલ કરવા માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને એક સપ્તાહનો સમય આપ્યો છે. જસ્ટીસ અશોક ભૂષણે કહ્યુ કે સરકાર તરફથી જે એફિડેવિટ દાખલ કરવામાં આવી છે તેમાં ઘણા આ મુદ્દે ઉઠી રહેલ ઘણા સવાલોના જવાબ નથી. તમને જણાવી દઈએ કે લોન માફ કરવાની અરજી પર ત્રણ જજોની બેંચે સુનાવણી કરી જેની અધ્યક્ષતા જસ્ટીસ અશોક ભૂષણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બેંકોને કહ્યુ છે કે કેન્દ્ર સરકાર ઠોસ પ્લાનિંગ ન જણાવે ત્યાં સુધી કોર્ટના 31 ઓગસ્ટના અંતરિમ નિર્દેશ જારી રહેશે. આ પહેલા સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે કેસને 28 સપ્ટેમ્બર સુધી માટે ટાળી દીધી હતી. કોર્ટે બેકોંને નિર્દેશ આપ્યા હતા કે તે આ સમય સુધી કોઈ પણ ખાતાને NPA ઘોષિત નહિ કરે.
મગફળી વેચવા માર્કેટયાર્ડમાં ખેડૂતો ઉમટ્યા, 2 કિમી લાંબી લાઈન