આવી રહ્યો છે 50 MP કેમેરાવાળો સ્માર્ટફોન

Posted By:
Subscribe to Oneindia News

આજ કાલ બજારમાં સ્માર્ટફોન વિશ્વમાં સૌથી વધુ મેગા પિક્સલ ધરાવતા સ્માર્ટફોન લોન્ચ કરવાની સ્પર્ધા ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. સૌથી વધુ હાઇ મેગા પિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન નોકિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, લુમિયા 1020માં નોકિયાએ 41 મેગા પિક્સલનો કેમેરા આપ્યો હતો. ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો ટૂંક સમયમાં 50 મેગા પિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

ઓપ્પો ફાઇન્ડ 7ના 50 મેગા પિક્સલના કેમેરામાંથી લેવામાં આવેલી એક તસવીર લીક થઇ છે. ગિઝચાઇના સાઇટની વાત માનીએ તો કંપની ઓપ્પોના ફાઇન્ડ 7માંથી લેવામાં આવેલી સેમ્પલ તસવીરનું રિઝોલ્યુશન 8160x6120 છે સાથે જ આ ઇમેજની સાઇઝ 9.7 એમબી છે. સ્માર્ટફોન રસીકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે ફાઇન્ડમાં આપવામાં આવેલા ફીચર અન્ય સ્માર્ટફોનને પરસેવો છોડાવી દેશે.

આ સ્માર્ટફોનમાં 5 ઇન્ચની ફૂલ એચડી સ્ક્રીન હશે સાથે જ 801 સ્નૈપડ્રેગન પ્રોસેસર અને અનેક અન્ય ફીચર્સ આપવામાં આવ્યા હશે. ઓપ્પો ફાઇન્ડ 7 બજારમાં હાજર સેમસંગ અને એચટીસી સહિતના સ્માર્ટફોન્સને કપરી ટક્કર આપશે. આ પહેલા ઓપ્પોએ ભારતીય બજારમાં વિશ્વનો પહેલો સ્વ્રિલ કેમેરાવાળો પોન ઓપ્પો એન 1 લોન્ચ કર્યો હતો, જેની કિંમત 39,999 રૂપિયા છે, આશા રાખવામાં આવી રહી છે કે, ઓપ્પો ફાઇન્ડ 7ને 19 માર્ચ સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે.

50 મેગા પિક્સલ કેમેરા
  

50 મેગા પિક્સલ કેમેરા

આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ ધરાવતો કેમેરા આપવામાં આવ્યો છે.

કેમેરાથી ખેંચવામા આવેલી તસવીર
  

કેમેરાથી ખેંચવામા આવેલી તસવીર

50 મેગા પિક્સલ કેમેરાથી ખેંચવામાં આવેલી તસવીર

પાંચ ઇન્ચની એચડી સ્ક્રીન
  

પાંચ ઇન્ચની એચડી સ્ક્રીન

આ સ્માર્ટફોનમાં 5 ઇન્ચની ફુલ એચડી સ્ક્રીન હશે સાથે જ 801 સ્નૈપડ્રૈગન પ્રોસેસર અને અન્ય બીજા ફીચર્સ હશે.

અન્ય સ્માર્ટફોનને આપશે ટક્કર
  

અન્ય સ્માર્ટફોનને આપશે ટક્કર

ઓપ્પોનો આ સ્માર્ટફોન સેમસંગ અને એચટીસી સહિતના સ્માર્ટફોન્સને કપરી ટક્કર આપશે.

19 માર્ચ સુધીમાં થશે લોન્ચ
  
 

19 માર્ચ સુધીમાં થશે લોન્ચ

આશા રાખવામાં આવી રહી છે, કે આ સ્માર્ટફોન 19 માર્ચ સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

English summary
oppo find 7 image leak rumors point at 50 mp camera
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.