દરેક જરૂરિયાત માટે પીટુપી પ્લેટફોર્મનો કરી શકો છો ઉપયોગ
તહેવારો દરમિયાન ખરીદી કરવા માટે ક્રેડિટ કાર્ડનો મોટાપાયે ઉપયોગ થાય છે. પરંતુ પીયર ટુ પીયર લેન્ડિંગ પ્લેટફોર્મ્સ પણ આ સિઝનમાં લોકોને ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે ભારતીય માર્કેટ હાલ સ્તિર નથી, પરંતુ ફેસ્ટિવ સિઝનને કારણએ રિટેલ સેક્ટરમાં ડિમાન્ડ વધી છે. ગ્રાહકો ઉધાર લેવા માટે જુદા જુદા વિકલ્પ શોધી રહ્યા છે, જેન કારણે માગ પર સારી અસર પડી રહી છે.
જો તમે પણ તમારા જૂના ઘરને નવો લૂક આપવા ઈચ્છો છો કે પછી નવી કાર ખરીદવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારા મનમાં પર્સનલ લોનનો ખ્યાલ આવશે. કારણ કે તે સહેલાઈથી મળી જાય છે. પરંતુ પર્સનલ લોન ખૂબ જ મોંઘી પડે છે. કારણ કે તેમાં EMI વધુ ચૂકવવી પડે છે. પરંતુ તમારે હવે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે તમારી દરેક પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા માટે પીયર ટુ પીયર પ્લેટફોર્મ છે. અહીં અમે તમને P2P લોનના ફાયદા વિસે જણાવીશું.

દરેક જરૂરિયાત માટે પીટુપી પ્લેટફોર્મનો કરી શકો છો ઉપયોગ
બેન્કો કરતા જુદા P2P પ્લેટફોર્મનો ઉપયોગ કોઈ પણ પ્રકારની જરૂરિયાત માટે કરી શકાય છે. દેવું ચૂકવવાથી લઈને લગ્ન માટે, રજા મનાવવા માટે પૈસાની જરૂર હોય તો અહીંથી મળી શકે છે. તમે તમારા હિસાબે વ્યાજ દર, લોનની રકમ, અને સમયમર્યાદા નક્કી કરી શકો છો. પીટુપી લેન્ડિંગ પ્લેટફોર્મ્સ પર સહેલાઈથી 25 હજારથી 2 લાખ સુધીની લોન લઈ શકાય છે.

ઝડપથી મળી જાય છે લોન
પીટુપી લોન લેવા માટે સૌથી સારી વાત એ છે કે લોન ચૂકવવાની ઓછી સમયમર્યાદા. આ લોન 3થી 36 મહિના વચ્ચેની સમયમર્યાદાના હોય છે. જ્યારે બેન્કની પર્સનલ લોન એકથી પાંચ વર્ષની સમયમર્યાદાના હોય છે. બન્કની સરખામણીએ લોનની પ્રોસેસની સાથે સાથે લોન આપવામાં પણ ઉતાવળ કરવામાં આવે છે. લોન લેનાર વ્યક્તિના વેરિફિકેશન બાદ 24-48 કલાકમાં લોનની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. બેન્કની લોન માટે તારા 5-7 દિવસ જતા રહે છે.

પ્રિ ક્લોઝર ફી છી છૂટકારો
બેન્કની પર્નસલ લોન જો તમે સમય પહેલા ચૂકવો તો 2-4 ટકાની પ્રી ક્લોઝર ફી ચૂકવવી પડે છે. તો પીટુપી લોન ચૂકવવા પર ત્રણ મહિના બાદ કોઈ પ્રકારનો ચાર્જ નથી લાગતો. આ ઉપરાંત કેટલીક બેન્ક તમને પાર્ટ પેમેન્ટની સુવિધા પણ આપે છે. પીટુપી લોનમાં આ વાત લાગુ નથી પતી. તમે પાર્ટ પેમેન્ટ કરવા માટે ફ્રી છો.

લોન લેવામાં અને આપવામાં સરળતા
બેન્ક બ્રાન્ચ મોડલ પર ઓપરેટ કરે છે, એટલે તેમના માટે નાની રકમની લોન આપવી કોઈ મુશ્કેલ કામ નથી. બેન્ક લોનની સરખામણીમાં પીટુપી લોન સરળ હોય છે. જો ક્રેડિટ સ્કોર 750 કરતા નીચે હોય તો પણ તમને P2P પર વધુ લોન મળી શકે છે. લોન લેનારની સમીક્ષા તેની આર્થિક ક્ષમતા અને પાછા આપવાના ઈરાદા પર થાય છે.

દસ્તાવેજમાં કોઈ મુશ્કેલી નહીં.
પીટુપી માટે કોઈ કાગળિયા કરવાના નથી હોતા. આપવામાં આવેલા એડ્રેસ પર ફિઝિકલ વેરિફિકેશન ઉપરાંત પીટુપી લેન્ડિંગની આખી પ્રક્રિયા ઓનલાઈન હોય છે. એટલે સુધી કે તમે મોબાઈલ પરથી પણ દસ્તાવેજો સબમીટ કરી શકો છો.
જો તમે પહેલીવાર પીટુપી લોન લઈ રહ્યા છો તો બેન્કમાંથી લોન મેળવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. પીટુપી લોન મામલે એક જ પ્લેટફોર્મ પર લોન આપનાર ઘણા લોકો મળી જશે.
1 મહિનામાં પૈસા થયા બમણાં, જાણો ક્યાં મળ્યું આટલું રિટર્ન