For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે Paytm મની એપથી ખરીદી અને વેચી શકો છો મ્યુચ્યુઅલ ફંડ

Paytm Money App લોન્ચ કરવામાં આવ્યું છે. આના દ્વારા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકશે. કંપની અપેક્ષા રાખે છે કે 2023 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો 2 કરોડથી વધીને 5 કરોડ થઇ જશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

Paytm Money App લોન્ચ કરવામાં આવ્યું છે. આના દ્વારા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકશે. કંપની અપેક્ષા રાખે છે કે 2023 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો 2 કરોડથી વધીને 5 કરોડ થઇ જશે. પેટીએમ મની દ્વારા તમે તમારા સ્માર્ટફોનથી મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને વેચવા માટે સમર્થ હશો. તેથી આજથી જ રોકાણકારો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે.

નથી કોઈ કમિશન અને ફી

નથી કોઈ કમિશન અને ફી

તમને જણાવી દઈએ કે જો તમે આમાં ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન ખરીદો છો તો તમને 1 ટકા વધુ વળતર મળશે. તેથી આમાં કોઈ કમિશન નથી. આ ઉપરાંત આમાં કોઈ ફી પણ નથી. પેટીએમ મનીમાં 25 જેટલી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના અધિકતર પ્લાન છે. આ કંપનીઓમાં આદિત્ય બિરલા સન લાઇફ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, કોટક મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

Google Play પરથી આ રીતે કરો ડાઉનલોડ

Google Play પરથી આ રીતે કરો ડાઉનલોડ

તમારે આ એપ્લિકેશનમાં કોઈ દસ્તાવેજ પ્રદાન કરવાની જરૂર નથી. જણાવી દઈએ કે આ એપ્લિકેશન Google Play Store અથવા iOs Store પરથી ડાઉનલોડ કરી શકાય છે. સર્ચ બારમાં તમારે Paytm Money લખવાનું રહેશે. આ લખતા જ તમને સામે one97 communication નું એપ દેખાશે. અહીંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમે તમારા રજિસ્ટર્ડ ઇમેઇ આઈડી અથવા ફોન નંબરથી તેમાં એકાઉન્ટ બનાવી શકો છો.

બેંક એકાઉન્ટ દ્વારા કરી શકો છો ખરીદી

બેંક એકાઉન્ટ દ્વારા કરી શકો છો ખરીદી

એકાઉન્ટ બનાવ્યા પછી તમે મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને વેચાણ કરી શકશો. આમાં તમે તમારા બેંક એકાઉન્ટ મારફતે ખરીદી કરી શકશો. સાથે તમને અહીં એક પોર્ટફોલિયો પણ જોશો. એકવાર તમે જો તમે તેમાં ઓટો મેટેડ ઈન્વેસમેન્ટનો વિકલ્પ પસંદ કરી લીધો તો દર મહિને તમારું બેન્ક એકાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડ ખરીદવાનું ચાલુ રાખશે.

દરેક પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સમાવવામાં આવેલ છે

દરેક પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સમાવવામાં આવેલ છે

તમને જણાવી દઈએ કે તેમાં તમામ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો શામેલ છે. પેટીએમ મની તમને લાર્જ, સ્મૉલ, મિડકેપ, બેલેન્સ્ડ, ટેક્સ સેવિંગ્સ, ડેટ, લિક્વિડ ફંડ જેવા તમામ પ્રકારના વિકલ્પો મળશે. તેમાં વળતર કેલ્ક્યુલેટર પણ છે.

English summary
Paytm Money App For Mutual Funds Launched
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X