વીજળી-પાણીનું બિલ જમા કરવા પર મળી શકે છે સંપૂર્ણ રિફંડ, જાણો કેવી રીતે
સામાન્ય રીતે લોકો તેમના યૂટિલિટી બિલ્સ (Utility bill) સીધા જ જમા કરી દે છે, પરંતુ જો થોડી સમજદારીનો ઉપયોગ કરીએ, તો તમને બિલના બરાબરની રકમ પાછી મળી શકે છે. દેશનું સૌથી મોટું પેમેન્ટ એપ પેટીએમ (Paytm) આ સુવિધા ઓફર કરી રહી છે. પીએટીએમ દર કલાકે વીજળીના બિલ પેમેન્ટ પર 100% કેશબેકની ઓફર આપી રહ્યું છે. આ ઓફરમાં દર કલાકે એક નસીબદાર ગ્રાહકને પીએટીએમ વીજળી બિલ ચુકવણી પર 100 ટકા સુધીનું કેશબેક મળી શકે છે.
મોદી સરકાર બનવાના બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ઓફરમાં મર્યાદા કેટલી છે
પીએટીએમની આ ઓફરમાં એક મર્યાદા છે. આમાં, મહત્તમ કેશબેક ફક્ત 1000 રૂપિયા સુધી મળી શકે છે. જે લોકો પેટીએમથી વીજળીનું બિલ ભરવા માંગે છે તેમને કોડ તરીકે BILLPAY નો ઉપયોગ કરવો પડશે. પેટીએમથી ગ્રાહક વીજળી બિલ ઉપરાંત, ગેસ, પાણી અને મેટ્રો કાર્ડનું રિચાર્જ કરાવવાની સેવાનો લાભ પણ મેળવી શકે છે.

50 રૂપિયાની ફિક્સ્ડ કેશબેક ઓફર પણ
આ સુવિધાનો લાભ વધુમાં વધુ 3 વાર ઉઠાવી શકાય છે. પરંતુ તેમાં 1000 રૂપિયા સુધીના કેશબેકમાં કેટલું મળશે તે નક્કી હોતું નથી. પરંતુ જો તમે ઈચ્છો છો કે કેશબૅક ચોક્કસ મળે, તો પ્રોમો કોડ POEWR નો ઉપયોગ કરી શકાય છે. આ કોડનો ઉપયોગ કરતા લોકોને 50 રૂપિયાનું કેશબેક મળે છે. જો કે, આ ફક્ત ઇલેક્ટ્રિકસિટી મીટર રિચાર્જ પર જ મળે છે.

પીએટીએમ પર અન્ય ઑફર
પેટીએમ પર ગેસના બિલને જમા કરાવવા પર પણ દર કલાકે 100% કેશબેક મળી શકે છે. આ માટે, ગ્રાહકને પ્રોમો કોડ PAYGAS નો ઉપયોગ કરવો પડશે. જો કે, આ ઓફરમાં મહત્તમ 500 રૂપિયા સુધીનું જ કેશબેક મળે છે. વોટર બિલ ભરવા માટે પણ આ જ ઓફર છે. અહીં દર કલાકે 100 ટકા કેશબેક આપવામાં આવે છે. આ માટે, ગ્રાહકને પ્રોમો કોડ PAYWATER લખવાનો રહેશે. આ ઓફર હેઠળ મહત્તમ 1000 રૂપિયાનું કેશબેક મળી શકે છે.