For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Paytm યુઝર્સ માટે ખુશખબર, વૉલેટમાં બેલેન્સ વિના કરી શકો છો 60000 રૂપિયાની ખરીદી

જો તમે Paytm વૉલેટનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે સારા સમાચાર કરતાં ઓછા નથી. Paytm એ તેના યુઝર્સને મોટી ભેટ આપતા Paytm પોસ્ટપેઇડ સેવા શરુ કરી છે.

|
Google Oneindia Gujarati News

જો તમે Paytm વૉલેટનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે સારા સમાચાર કરતાં ઓછા નથી. Paytm એ તેના યુઝર્સને મોટી ભેટ આપતા Paytm પોસ્ટપેઇડ સેવા શરુ કરી છે. જેની મદદથી તમે તમારા વૉલેટમાં બેલેન્સ ન હોવા છતાં 60,000 રૂપિયાની શોપિંગ કરી શકશો. હકીકતમાં Paytm એ પેટીએમ પોસ્ટપેઇડ સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ જો તમારા પેટીએમ વૉલેટમાં પૈસા ન હોય તો પણ તમે 60 હજાર રૂપિયા સુધી ખર્ચ કરી શકો છો.

આ પણ વાંચો: 1 માર્ચથી નહીં યુઝ કરી શકો Paytm, ફોન પે, Mobikwik, સહિતના મોબાઈલ વોલેટ, જાણો કારણ

Paytm યુઝર્સ માટે ખુશખબર

Paytm યુઝર્સ માટે ખુશખબર

Paytm એ તેમના યુઝર્સને નવા વર્ષની ભેટ આપી છે, જેના હેઠળ યુઝર્સના વૉલેટમાં બેલેન્સ ન હોવા છતાં 60000 રૂપિયા સુધીની ખરીદી, બિલ પેમેન્ટ અથવા જે રીતે ઈચ્છે તે રીતે ખર્ચ કરી શકે છે. કંપનીએ Paytm Postpaid Service શરૂ કરી છે, જેમાં યુઝર્સને વોલેટમાં પૈસા નાખ્યા વગર 60000 રૂપિયા સુધીના ખર્ચની મર્યાદા આપવામાં આવી છે. તેનું ભુગતાન આવતા મહિને ગ્રાહકો પાસેથી લેવામાં આવશે.

પેટીએમ પોસ્ટપેઈડ સર્વિસની શરૂઆત

પેટીએમ પોસ્ટપેઈડ સર્વિસની શરૂઆત

પેટીએમ પોસ્ટપેઇડ સર્વિસ દ્વારા તમે ઇમર્જન્સીમાં પૈસા ન હોય તો તમે તમારી જરૂરિયાતો મુજબ ખર્ચ કરી શકશો. અને તમારે આવતા મહિને તેનું બિલ ચૂકવવું પડશે. આ સર્વિસથી યુઝર્સ મોબાઇલ રિચાર્જ, DTH કનેકશન રીચાર્જ, મૂવી ટિકિટ્સનું બુકીંગ અને પેટીએમ ઓનલાઇન માર્કેટપ્લસ પર શોપિંગ જેવી સુવિધાઓનો લાભ લઇ શકે છે. આ માટે 60000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આગામી મહિને કંપની દ્વારા તમને તેનું બિલ મોકલવામાં આવશે. જો તમે મહિનાની 7 મી તારીખે બિલ ચૂકવો છો, તો તમને કોઈ વધારાનો ચાર્જ અથવા વ્યાજ લાગશે નહીં.

આ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરવો

આ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરવો

પેટીએમની પોસ્ટપેઇડ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે તમારા પેટીએમ એપ્લિકેશનમાં લોગીન કરવું પડશે. આ પછી યુઝર્સએ પેટીએમ પોસ્ટપેઈડ બૅનર પર ક્લિક કરવું પડશે. જ્યાં ક્લિક કર્યા પછી 'Activate My Paytm Postpaid' બટન પર ક્લિક કર્યા પછી તમે આ સેવાને સક્રિય કરી શકો છો. આ પછી તમે જ્યાં પણ ઇચ્છો ત્યાં આ સેવાનો ઉપયોગ કરી શકો છો, જો કે આ ફીચર હાલમાં ફક્ત થોડા યુઝર્સ પાસે ઉપલબ્ધ છે. આ ફીચર હાલમાં બીટા વર્જનમાં ઉપલબ્ધ છે. જો તમે બીટા યુઝર્સ છો તો તમે તેને સક્રિય કરી અને તેનો ઉપયોગ કરી શકશો.

English summary
Mobile wallet platform Paytm has launched its Paytm Postpaid service
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X