For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત સાતમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો આજની કિંમત

સતત સાતમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો આજની કિંમત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ છેલ્લા સાત દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે ફરી પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીજલમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલની કિંમત 78.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.23 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

petrol

દિલ્હીમાં પણ પેટ્રોલની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે, જે બાદ અહીં પેટ્રોલ 81.25 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જો કે દિલ્હીમાં પણ ડીઝલના ભાવમાં આજે કોઈ બદલાવ થયો નથી. ડીઝલની કિંમત 74.85 રૂપિયા છે. અગાઉ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. મંગળવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટર ઘટાડો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો હતો.

જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 8 પૈસા પ્રતિ લીટરે ઘટાડો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 86.73 રૂપિયા પ્રતિ લીટર દીઠ મળી રહ્યું છે જ્યારે ડીઝલ 78.46 રૂપિયા પ્રતિ લીટર છે. જણાવી દઈએ કે પાછલા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેનાથી સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે પહેલા જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા તેનાથી નાગરિકો માત્ર સરકાર જ નહિ બલકે ઓઈલ કંપનીઓ પર પણ ગુસ્સે થયા હતા.

આ પણ વાંચો- યુવાનોમાં કુશળતા અને નોકરીનું પ્રમાણ વધ્યું

English summary
petro price decreased on 24th october, here is today's price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X