For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમવારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ મોંઘું થયું, જાણો આજની કિંમત

સોમવારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ મોંઘું થયું, જાણો આજની કિંમત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યના મોટા ભાગના શહેરોમાં 25મી નવેમ્બરે પેટ્રોલમાં ભાવ વધારો જોવા મળ્યો છે. જો કે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. જો અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 11 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 72.04 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 68.82 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

petrol price

ગાંધીનગર અને વડોદરામાં પેટ્રોલની કિંમત

ગાંધીનગરમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં 11 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે ગાંધીનગરમાં પેટ્રોલ 72.22 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જ્યારે વડોદરામાં પણ આજે પેટ્રોલની કિંમતમાં 11 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે અને ડીઝલમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. નવી કિંમતો લાગૂ થયા બાદ વડોદરામાં આજે પેટ્રોલ 72.58 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.36 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

સુરત અને રાજકોટમાં પેટ્રોલની કિંમત

રાજકોટમાં આજે પેટ્રોલ 12 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે, જો કે ડીઝલમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો જોવા મળ્યો નથી. નવી કિંમતો લાગૂ થયા બાદ રાજકોટમાં પેટ્રોલ 76.16 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 71.09 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જ્યારે સુરતમાં આજે પેટ્રોલ 11 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે અને ડીઝલમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. નવી કિંમતો લાગૂ થયા બાદ સુરતમાં પેટ્રોલ 71.01 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 68.78 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

જામનગર અને ખંભાળિયામાં પેટ્રોલની કિંમત

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતની જેમ જામનગરમાં પણ આજે પેટ્રોલમાં 11 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે અને ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. નવી કિંમતો લાગૂ થયા બાદ જામનગરમાં 72.02 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને 68.76 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે. જ્યારે જામ ખંભાળિયામાં આજે પેટ્રોલમાં 11 પૈસાનો ભાવ વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. નવી કિંમતો લાગૂ થયા બાદ ખંભાળિયામાં પેટ્રોલ 72.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 68.75 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

અજિત પવારના નિવેદનથી NCPમાં હલચલ, મોડી રાતે ધારાસભ્યોને મળવા પહોંચ્યા છગન ભુજબળઅજિત પવારના નિવેદનથી NCPમાં હલચલ, મોડી રાતે ધારાસભ્યોને મળવા પહોંચ્યા છગન ભુજબળ

English summary
petrol and diesel price in jamnagar, rajkot, ahmedabad, surat, gandhinagar, vadodara and khambhalia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X