For Quick Alerts
For Daily Alerts
આજ રાતથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે
નવી દિલ્હી, 10 ઓક્ટોબર : આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થઇ રહેલા સતત ઘટાડાને પગલે ભારતની ઓઇલ કંપનીઓએ તેનો લાભ સામાન્ય નાગરિકોને આપવાનું શરૂ કરી દીધું છે.
આ અંતર્ગત શુક્રવારે મધ્યરાત્રિથી પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લીટર રૂપિયા 1.75નો ધટાડો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ડીઝલની કિંમતોમાં પણ પ્રતિ લીટર રૂપિયા એકનો ઘટાડો થવાની સંભાવના છે.
આ પહેલા ગયા મહિનાના અંતમાં પેટ્રોલની કિંમતોમાં 65 પૈસા પ્રતિ લીટરની રાહત આપવામાં આવી હતી. જો કે તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં હોવાથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવોના ઘટાડાને લાગુ કરી શખાયો ન હતો. ઓગસ્ટમાં પણ પેટ્રોલની કિંમતોમાં અંદાજે 1.80 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.