Lockdown: ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો
નવી દિલ્હીઃ આજે ગુરુવારે એટલે કે 14 મે 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમા ભાવ વધારો નોધાયો છે. આજે પેટ્રોલના રેટ 1.67 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 71.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલના રેટ પણ 7.10 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 69.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારથી દેશમા લૉકડાઉન શરૂ થયું છે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રેટમાં આજે બદલાવ કર્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ
- દિલ્હીમાં પેટ્રોલ 71.26 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.39 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.
- કોલકાતામાં 1 લીટર પેટ્રોલ 73.30 રૂપિયાએ વહેચાઈ રહ્યં છે જ્યારે ડીઝલ 65.62 રૂપિયા પ્રતિ લીટરે વહેચાઈ રહ્યું છે.
- મુંબઈમાં પેટ્રોલ 76.31 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યુ છે જ્યારે ડીઝલ 66.21 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- ચેન્નઈમાં પેટ્રોલ 75.54 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.22 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- અમદાવાદમાં આજે પેટ્રોલ 67.16 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.19 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

કિમત નક્કી કરવાનો આ આધાર છે
વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અે ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

પેટ્રોલ- ડીઝલ પર કેટલો ટેક્સ
રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર તમે જે કિંમત ચૂવો છો તેમાંથી 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા છે.