Petrol Diesel Price: 11માં દિવસે પણ સતત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની કિંમત
Petrol Diesel Price Today 19 February 2021 Update: ઘરેલુ બજારમાં આજે સતત 11માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી છે. રાજધાની દિલ્લીમાં પેટ્રોલ હવે 90 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયુ છે. દિલ્લીમાં આજે શુક્રવારે(19 ફેબ્રુઆરી)એ પેટ્રોલના ભાવ 31 પૈસા પ્રતિ લિટર વધ્યુ ત્યારબાદ પેટ્રોલના ભાવ 90.19 રૂપિયા જતુ રહ્યુ. દિલ્લીમાં આજે ડીઝલ પણ 33 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ અને વધીને 80.60 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ. દિલ્લીમાં પેટ્રોલ-ડીઝલનો આ અત્યાર સુધીનો સૌથી મોંઘો રેટ છે. જો કે આ સમયે લગભગ દરેક શહેરોમાં બંને ઈંધણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે.
જાણો બાકીના શહેરોના ભાવ
ઈન્ડિયા ઑઈલ કૉર્પોરેશનના જણાવ્યા મુજબ 19 ફેબ્રુઆરીએ મુંબઈમાં પેટ્રોલ 96.62 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે. વળી, ચેન્નઈમાં પેટ્રોલ 92.25 રૂપિાય પ્રતિ લિટર છે અને ડીઝલ 84.63 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકત્તામાં પેટ્રોલ 91.41 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 84.19 રૂપિયા પ્રતિ લિટર છે. અમદાવાદમાં પેટ્રોલ 87.44 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.87 રૂપિયા પ્રતિ લિટર છે. લખનઉમાં પેટ્રોલ 88.56 રૂપિયા પ્રતિ લિટર છે.
વળી, ચંદીગઢમાં પેટ્રોલ 86.69 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 80.30 રૂપિયા પ્રતિ લિટર છે. એમપી ભોપાલમાં પેટ્રોલ 98.20 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 88.84 રૂપિયા પ્રતિ લિટર છે. ઝારખંડ રાંચીમાં પેટ્રોલ 87.78 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 85.22 રૂપિયા પ્રતિ લિટર છે. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલ 92.54 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 85.84 રૂપિયા પ્રતિ લિટર છે.
કાશ્મીરઃ બડગામમાં એનકાઉન્ટર, 3 આતંકી ઠાર, 1 પોલિસકર્મી શહીદ