પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો આજે કેટલા ભાવ વધ્યા
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમા ફરી એકવાર વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 46 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલના ભાવમાં 56 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમત લાગૂ થયા બાદ પેટ્રોલ આજે 71.88 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.12 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 9 દિવસથી સતત ભાવ વધારો નોંધાયો છે.

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી નાગરિકો પરેશાન
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી સામાન્ય જનતા તો દુખી થઇ જ છે, ખાસ લોકોમાં પણ આને લઇ નારાજગી છે. અગાઉ રવિવારે ક્રિકેટર હરભજન સિંહે પેટ્રોલ અને ડીઝલના રેટની યાદી જાહેર કરતા લખ્યું પેટ્રોલ-ડીઝલ અને કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હરભજન સિંહે આની સાથે રડતું ઇમજી પણ લગાવ્યું હતું અને પોસ્ટ શેર કરી હતી. લૉકડાઉનને પગલે સામાન્ય નાગરિકોની આર્થિક મુશ્કેલીઓ પૈદા થઇ છે તેમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં સતત વધારો નાગરિકોના ગજવાં પર બોજો વધારી રહ્યો છે.

મુંબઇમાં શું છે રેટ
મુંબઇકરોએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો માર સહન કરવો પડી રહ્ય છે. મુંબઇમાં આજે પેટ્રોલના ભાવમાં 47 પૈસાનો વધારો નોંધાયો છે જ્યારે ડીઝલના ભાવમાં 57 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે મુંબઇમાં પેટ્રોલ 83.17 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે અને ડીઝલ 73.21 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં શું છે રેટ
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 48 પૈસા પ્રેતિ લીટરે ભાવ વધારો નોંધાયો જ્યારે ડીઝલના ભાવમાં પણ 59 પૈસા પ્રતિ લીટરે વધારો ઝીંકાયો. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 76.26 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે અને ડીઝલ 74.62 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29% રીઝલ્ટ આવ્યું, 88 હજાર વિદ્યાર્થીઓ નપાસ થયા