Petrol- Diesel Price: સતત 21 દિવસ સુધી વધ્યા બાદ આજે પેટ્રોલ- ડીઝલની કિંમત પર બ્રેક લાગી
નવી દિલ્હીઃ સતત 21 દિવસથી પેટ્રોલ અન ડીઝલની કંમતમાં તેજી ચાલી રહી છે. 21 દિવસમાં ડીઝલની કિંમતમાં 11 રૂપિયાની તેજી આવી છે, જ્યારે પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘી થઇ ગઇ છે. લોકો પેટ્રોલ- ડીઝલની સતત વધતી કિંમતથી પરેશાન છે. લાંબા સમય બાદ આજે થોડી રાહતના સમાચાર આવ્યા છે. 21 દિવસ સુધી ભાવ વધ્યા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ- ડીઝલની કિંમત સ્થિર રહી, કિંમતોમાં કોઇ વધારો નથી થયો.
તાજા અપડેટ મુજબ રાજધાની દિલ્હીામં આજે પેટ્રોલની કિંમત 80.38 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 80.40 રૂપિયા પ્રતિ લીટર છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમી છતાં પાછલા 21 દિવસથી પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં તેજી આવી રહી છે. જેના કારણે લોકોમાં નારાજગી છે. જો કે 28 જૂને પેટ્રોલ- ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. જણાવી દઇએ કે દિલ્હી દેશનું પહેલું રાજ્ય છે, જ્યાં પેટ્રોલથી ડીઝલ મોંઘુ થઇ ગયું છે.
જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ- ડીઝલની કિંમતમાં નરમી છે. ઇન્ડિયન બાસ્કેટ ક્રૂડ ઓઇલની કિંમત 42 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહી છે. પરંતુ છતાં ભારતીય બજારમાં પેટ્રોલ ડીઝલની કિંમતો સતત વધી રહી છે. પાછલા 21 દિવસમાં ડીઝલ કિંમત 11 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છ, જ્યારે પેટ્રોલના ભાવ 9.12 રૂપિયા વધી ગયા છે.
દેશમાં કોરોના રિકવરી રેટ 58%થી વધુ, 19 દિવસમાં બમણા થઈ રહ્યા છે કેસ