સામાન્ય જનતાને કોઈ રાહત નહિ, દિલ્લીમાં પેટ્રોલ થયુ 89.54 રૂપિયા, જાણો તમારા શહેરના રેટ
Petrol, Diesel Prices Raised In Delhi-Mumbai, Check Rates in Yours City: પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 9માં દિવસે પણ વધ્યા છે. બુધવારે સવારે રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયુ છે. આ વધારા સાથે રાજધાનીમાં પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે. વળી, ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારબાદ ડીઝલનો રેટ 79.95 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિમત 96 રૂપિયા પહોંચી ગઈ છે. જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સામાન્ય જનતાનુ પેટ્રોલ 100.07 રૂપિયા થઈ ગયુ છે.
મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમત(Indian Oil ની વેબસાઈટ પર આધારિક રેટ)
દિલ્લી: 89.54 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 96.00 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 90.78 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ : 91.68 રૂપિયા પ્રતિ લિટર
મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ(Indian Oilની વેબસાઈટ પર આધારિત રેટ)
દિલ્લી: 79.95 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 86.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 85.54 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
સરકારનુ નિવેદન
ક્રૂડ ઓઈલના વધતા ભાવોએ એક વાર ફરીથી લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે સંસદમાં કહ્યુ હતુ કે પેટ્રોલિયમ ઉત્પાદનો પર ઉત્પાદ શુલ્ક ઘટાડવાનો હાલમાં કોઈ વિચાર નથી. વળી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વૃદ્ધિથી સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે અને મોંઘવારી કમર તોડી રહી છે. વિપક્ષી દળ પણ કેન્દ્ર સરકાર પર ક્રૂડ ઓઈલની વધતી કિંમતો પર લગામ ન લગાવવાના કારણે સતત પ્રહાર કરી રહી છે.
આ રીતે જાણો તમારા શહેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા પોતાના મોબાઈવમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને એસએમએસ પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ હશે. જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.
Rajasthan: જેલમાં બંધ આસારામની તબિયત અચાનક બગડી