For Daily Alerts
Petrol and Diesel Rate Today: પેટ્રોલ અને ડીઝલના રેટમાં આજે કેટલી વધઘટ? જાણો
Petrol and Diesel Rate Today: આજે રવિવારે 21 ફેબ્રુઆરી 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ ખાસ બદલાવ નથી થયો. આજે દિલ્હીમાં પેટ્રોલ રેટ 90.58 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યું. જ્યારે ડીઝલના રેટ 80.97 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યો. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યાથી પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે.
તમારા શહેરના પેટ્રોલ ડીઝલના રેટ જાણો
- દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 90.58 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 80.97 રૂપિયા પ્રતિ લીટર પર છે.
- કોલકાતામાં 1લીટર પેટ્રોલની કિંમત 91.78 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 84.56 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 88.06 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 92.59 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલ 85.98 રૂપિયા પ્રતિ લીટર છે.
કિંમત નક્કી કરવાનો આધાર
વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે.