Petrol and Diesel Rate Today: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો
પેટ્રોલ અને ડીઝલના રેટમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. દિવાળી સમયે ભાવમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધઘટ નહોતી થઈ, પરંતુ હવે ફરી ભાવ વધારાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. 20 નવેમ્બરેથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં સામાન્ય વધારો થતો જોવા મળ્યો. 25 અને 26 નવેમ્બરે બ્રેક લાગ્યા બાદ પાછો પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો. આજે અમદાવાદમાં પેટ્રોલના રેટમાં પ્રતિ લિટરે 0.23 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો જ્યારે ડીઝલના રેટમાં 0.29 રૂપિયા પ્રતિ લિટરે ભાવ વધારો નોંધાયો છે.

મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે
- દિલ્હી- પેટ્રોલની કિંમત 82.13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 72.13 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ- પેટ્રોલ 88.81 રૂપિયા અને ડીઝલ 78.66 રૂપિયા
- કોલકાતા- પેટ્રોલ 83.67 રૂપિયા અને ડીઝલ 75.70 રૂપિયા
- ચેન્નઈ- પેટ્રોલ 85.12 રૂપિયા અને ડીઝલ 77.56 રૂપિયા
- અમદાવાદ- પેટ્રોલ 79.56 રૂપિયા અને ડીઝલ 77.65 રૂપિયા

આ આધારે કિંમત નક્કી થાય છે
વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો જે હોય જેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં બદલાવ થાય છે. જે માપદંડોના આધારે ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

પેટ્રોલ-ડીઝલમાં ટેક્સ કેટલો હોય?
રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે તમે જેટલી રકમ ચૂકવો છે, તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા છો.