Petrol and Diesel Rate Today: પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો યથાવત, જાણો આજના રેટ
Petrol and Diesel Rate of 29th November 2020: છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલના રેટમાં 21 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે અને ડીઝલના રેટમાં 32 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 79.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.97 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં પેટ્રોલ 73 પૈસા મોંઘું થઈ ગયું છે અને ડીઝલ 1.09 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

મેટ્રો શહેરમાં પેટ્રોલ- ડીઝલના રેટ
- દિલ્હી- પેટ્રોલની કિંમત 82.34 રૂપિયા અને ડીઝલ 72.42 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા- પેટ્રોલ 83.87 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.99 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ- પેટ્રોલ 89.02 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.97 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈ- પેટ્રોલ 85.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.84 રૂપિયા પ્રતિ લીટર

કિંમત નક્કી કરવાનો આધાર
વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી થાય છે. આ માપદંડોના આધારે ભારતીય ઓઈલ કંપનીઓ દરરોજ સવારે પેટ્રોલ ડીઝલના રેટ સંશોધિત કરે છે.

પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સ કેટલો લાગે
રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે તમે જેટલી કિંમતની ચૂકવણી કરી રહ્યા છો, તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 રૂપિયા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા છો.
Gold Rate Today: લગ્નની સીઝનમાં ફરી સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ