For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રડાવી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે 10 પૈસાના વધારા સાથે પેટ્રોલ 81.37 રૂપિયાની સપાટી ક્રોસ કરી ગયું છે જ્યારે ડીઝલ પણ 10 પૈસાના વધારા સાથે 79.36 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતને પગલે નાગરિકોના ગજવાં પર ભારણ વધી રહ્યું છે ત્યારે સરકાર પણ મોંઘવારી નાથવામાં નિષ્ફળ સાબિત થઈ.

દિલ્હી-મુંબઈમાં પેટ્રોલની કિંમતો

દિલ્હી-મુંબઈમાં પેટ્રોલની કિંમતો

દિલ્હીમાં લીટર દીઠ 10 પૈસાના વધારા સાથે પેટ્રોલ 82.16 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 9 પૈસાના વધારા સાથે 73.87 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈની વાત કરીએ તે પેટ્રોલમાં 10 પૈસાનો વધારો ઝીંકાયો છે અને ડીઝલમાં 9 પૈસાનો વધારો નોંધાયો. મુંબઈમાં પેટ્રોલ 90 રૂપિયે લીટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 78.42 રૂપિયે લીટર મળી રહ્યું છે. દેશભરમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે રાજકીય ગરમાવો પકડાયો છે.

કર્ણાટકમાં રાહત

કર્ણાટકમાં રાહત

પેટ્રોલની વધતી કિંમતો વચ્ચે સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પેટ્રોલ-ડીઝલ પર લાગતા કરને ઓછો કરવાનું એલાન કર્યું છે. એમના આ એલાન બાદ કર્ણાટકમાં સોમવારે પેટ્રોલ 82.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.91 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. કર્ણાટક સરકારના આ ફેસલા બાદ રાજ્યની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.

બાબા રામદેવની પીએમને ઑફર

બાબા રામદેવની પીએમને ઑફર

બાબા રામદેવે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઈને મોદી સરકાર પર નારાજગી વ્યક્ત કરતા ખુલ્લી ઑફર કરી કે એમને મોકો મળે તો પેટ્રોલ-ડીઝલને 35-40 રૂપિયા પ્રતિ લીટરે વેંચી શકે છે. બાબા રામદેવે કહ્યું કે, જો સરકાર પેટ્રોલ પંપ લગાવવાની મંજૂરી આપે તો 35-40 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ કરાવી દઈશ. મારી સલાહ છે કે પીએમ મોદી પેટ્રોલ-ડીઝલને પણ જીએસટીમાં લઈ આવે. થોડા સમય સુધી પાંચ ટકાથી 12 ટકાા સ્લેબમાં રાખે ત્યારે જઈને રાહત મળશે. આ પણ વાંચો- સરકારની કસોટીઃ બે દિવસીય વિધાનસભા સત્ર અને કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ

English summary
petrol diesel price in ahmedabad on 18th september 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X