Fuel Rates : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
Fuel Rates : ગુરુવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. તેલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય માણસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે
ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે. કિંમતમાં વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.54 રૂપિયા પ્રતિ લીટર છે,જ્યારે ડીઝલની કિંમત 96.27 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 112.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 103.26 રૂપિયા પ્રતિ લીટરમાં ખરીદી શકાય છે.
ચૈન્નાઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 103.61 રૂપિયા અને ડીઝલની કિંમત 99.59 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 107.11 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારેડીઝલની કિંમત 98.38 રૂપિયા પ્રતિ લીટર છે.

આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી : 106.54 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 112.44 રૂપિયા પ્રતિ લિટર
- કોલકાતા : 107.11 રૂપિયા પ્રતિ લીટર
- ચૈન્નાઈ : 103.61 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 110.25 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 103.52 રૂપિયા પ્રતિ લિટર
- હૈદરાબાદ : 110.82 રૂપિયા પ્રતિ લિટર
- પટના : 110.04 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 113.74 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 103.52 રૂપિયા પ્રતિ લિટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી : 96.27 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 103.26 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 98.38 રૂપિયા પ્રતિ લીટર
- ચૈન્નાઈ : 99.59 રૂપિયા પ્રતિ લિટર
- બેંગ્લોર : 101.12 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 95.72 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 103.94 રૂપિયા પ્રતિ લિટર
- પટના : 101.86 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 104.96 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 95.72 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો. તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે.

IOC વેબસાઇટ
જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSP અને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. ધ્યાનરહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.