For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે થોડી રાહત, અમદાવાદમાં સસ્તું થયું પેટ્રોલ

અમદાવાદીઓને રાહત મળી, આજે થોડું સસ્તું થયું પેટ્રોલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે નાગરિકો પરેશાન હતા. સરકાર વચ્ચે એક્સાઈઝ ડ્યૂટીમાં દોઢ રૂપિયાનો ઘટાડો કર્યો હતો બીજી બાજુ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને રાજ્ય સરકારે પણ વેટમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ 5 રૂપિયાના ઘટાડા બાદ પણ સતત પેટ્રોલ મોંઘું થઈ રહ્યું હતું. જો કે આજે અમદાવાદીઓને રાહત મળી છે. 20 પૈસાના ઘટાડા સાથે પેટ્રોલ આજે 79.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે 14 પૈસાના ઘટાડા સાથે ડીઝલ આજે 78.95ની સપાટી પર પહોંચી ગયું છે.

દિલ્હીમાં ભાવ વધ્યા

દિલ્હીમાં ભાવ વધ્યા

જો કે અમદાવાદ સિવાયના અન્ય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો યથાવત રહ્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 21 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલની કિંમતો 82.62 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે જ્યારે પેટ્રોલની કિંમતો 75.58 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમતો

મુંબઈમાં પેટ્રોલની કિંમતો

ઉપરાંત જો મુંબઈની વાત કરીએ તો અહી પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો અને ડીઝલની કિંમતોમાં 11 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.08 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 79.24 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગઈ છે. પેટ્રોલની વધતી કિંમતો પર મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ સવાલ ઉઠાવ્યા છે, એમણે કહ્યું કે પેટ્રોલની વધતી કિંમતો પરથી ધ્યાન ભટકાવવા માટે મિ ટૂ જેવા અભિયાન શરૂ કરવામાં આવ્યાં છે.

સાઉદી અરબનો વાયદો

સાઉદી અરબનો વાયદો

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોની વચ્ચે સાઉદી અરબે ભારતને ભરોસો અપાવ્યો છે. સાઉદે અરબે ઉર્જા મંત્રી ખાલિદ એ અલ ફલિહે સોમવારે કહ્યું કે સાઉદી અરબ ભારતની ઉર્જા જરૂરિયાતોને લઈને પૂરી રીતે પ્રતિબદ્ધ છે. ભારતમાં ઉર્જા ફોરમમાં બોલતા ખાલિદે કહ્યું કે આનો મતલબ છે કે આપણે ભારતમાં રોકાણ વધારીએ. ઉર્જા મંત્રી ખાલિદે કહ્યું કે સાઉદી અરબ તરફથી રત્નાગિરી રિફાઈનરીમાં 44 બિલિયન ડૉલરનું રોકાણ માત્ર એક શરૂઆત છે.

કાચા તેલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવોકાચા તેલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવો

English summary
petrol-diesel price has been reduced in ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X