Petrol Diesel Price: આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Petrol Diesel Price: દરરોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. સવારે 6 વાગ્યે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) નવીનતમ દરો જાહેર કરે છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર અને ડોલર-રૂપિયાના વિનિમય દર પર આધારિત છે. આ ફેરફારો રોજિંદા જીવનને અસર કરે છે જેનાથી તમામ લોકોનું બજેટ ખોરવાય છે. ત્યારે 11 ઓગસ્ટએ શું છે પેટ્રોલ-ડીઝલની લેટેસ્ટ કિંમત તે જાણીએ.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત ?
- અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.49 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.17 રૂપિયા પ્રતિ લિટર છે.
- વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.15 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.82 રૂપિયા પ્રતિ લિટર છે.
- સુરતમાં પેટ્રોલનો ભાવ 94.66 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.35 રૂપિયા પ્રતિ લિટર છે.
- ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.06 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.74 રૂપિયા પ્રતિ લિટર છે.
- રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.27 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.96 રૂપિયા પ્રતિ લિટર છે.
- જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.11 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
કયા કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય ?
Petrol Diesel Price: ભારત તેની મોટાભાગની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધે છે ત્યારે સ્થાનિક ભાવ પણ વધે છે.જો ડોલર સામે રૂપિયો નબળો પડે છે તો તેલ ખરીદવું મોંઘુ થઈ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર ભારે કર લાદે છે. વિવિધ રાજ્યોની કર નીતિઓને કારણે દરો પણ બદલાય છે. ક્રૂડ ઓઇલ રિફાઇનિંગનો ખર્ચ પણ ભાવને અસર કરે છે.












Click it and Unblock the Notifications
