• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એકવાર ફરી વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: મોઘવારીની મારથી ત્રસ્ત સામાન્ય માણસ માટે એક ખરાબ સમાચાર એ છે કે કરતોડ મોઘવારીની વચ્ચે હાડમારી ભોગવી રહેલા લોકોને ઝટકો આપવા માટે ઓઇલ કંપનીઓ એકવાર ફરી તત્પર છે. તેઓ ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવાની તૈયારી કરી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની તલવાર સામાન્ય માણસના માથે લટકી રહી છે. આ અઠવાડિયાના અંત સુધી પેટ્રોલ એક રૂપિયો જ્યારે ડીઝલ પચાસ પૈસા પ્રતિ લિટર સુધી મોઘું થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની છૂટ મળ્યા બાદ ઓઇલ કંપનીઓ દર પંદર દિવસે પેટ્રોલિયમ ઉત્પાદનોની સમીક્ષા કરાવે છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન આર એસ બુટોલાનું કહેવું છે કે આ ત્રિમાસીમાં પેટ્રોલના છૂટક વેચાણના કારણે 676 કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે. માટે ભાવવધારાનો ઇનકાર કરી શકાય નહીં.

આઇઓસીના જણાવ્યા અનુસાર હાલમાં ઓઇલ કંપનીઓ પેટ્રોલ પર એક રૂપિયો ને 32 પૈસા અને ડીઝલ પર 9 રૂપિયા અને 22 પૈસાનું નુકસાન કરી રહી છે. એવામાં આશંકા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવાર બાદ ક્યારેય પણ ભાવવધારાની જાહેરાત થઇ શકે છે.

English summary
In an another shocking news for the aam-aadmi (common man) of this country, petrol, diesel and other fuel prices are likely to be hiked again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X