For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ નાણામંત્રી અરુણ જેટલીની અપીલ બાદ ગુજરાત સહિત કેટલાય રાજ્યોએ ક્રૂડ પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવાનો ફેસલો કર્યો છે. જણાવી દઈએ કે ગુરુવારે મોદી સરકારે ઓઈલ કંપનીઓને રાહત આપતા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લીટર દીઠ અઢી રૂપિયા ઘટાડવાની ઘોષણા કરી. નાણામંત્રી અરુણ જેટલીએ ગુરુવારે કહ્યું કે ઓઈલની વધતી કિંમતોને ધ્યાનમા રાખી કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી પર 1.50 રૂપિયા જ્યારે ઓઈલ કંપનીઓએ 1 રૂપિયો ભાગ ઘટાડશે. સાથે જ નાણામંત્રીએ તમામ રાજ્યોને પણ ટેક્સમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી. તો આવો જાણીએ કે કયા રાજ્યોમાં આ કિંમત ઘટાડવામાં આવી.

મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલની કિંમતો ઘટાડી

મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલની કિંમતો ઘટાડી

નાણામંત્રી અરુણ જેટલીની અપીલ બાદ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડવણીસ સરકારે પેટ્રોલના ભાવમાં 2.5 રૂપિયાનો ઘટાડો કરવાનો ફેસલો લીધો છે. રાજ્ય સરકારે કહ્યું કે તેઓ ડીઝલના ભાવ ઘટાડવા મામલે જલદી જ ફેસલો લેશે. એવામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો ભાવ ઘટાડો મળીને પેટ્રોલમાં કુલ 5 રૂપિયાનો ઘટાડો જ્યારે ડીઝલમાં અઢી રૂપિયાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે પેટ્રોલ સસ્તું થતાં નાગરિકોને રાહત મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર એક સાથે કામ કરી રહી છે અને નાગરિકોને વધુમાં વધુ રાહત આપવાના પ્રયાસો કરી રહ્યા છે.

ગુજરાતમાં કેટલા ઘટ્યા ભાવ?

નાણામંત્રી અરુણ જેટલીની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કેન્દ્ર તરફથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા બાદ રાજ્ય સરકારે પણ ઓઈલની કિંમતોમાં અઢી રૂપિયા પ્રતિ લીટરે વેટ ઘટાડવાનો ફેસલો કર્યો છે. આની સાથે જ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ હવે પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થયું અને ડીઝલ પણ 5 રૂપિયા સસ્તું થયું.

છત્તીસગઢમાં કેટલી ઘટી કિંમતો?

કેન્દ્ર સરકાર તરફથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યાની ઘોષણા બાદ છત્તીસગઢની રમન સિંહ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં અઢી રૂપિયાનો વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. ત્યારે છત્તીસગઢમાં પણ પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા સસ્તાં થયાં.

ત્રિપુરામાં કેટલી હશે પેટ્રોલ-ડીઝલની કિંમતો?

નાણામંત્રી અરુણ જેટલીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્ય ત્રિપુરાના સીએમ વિપ્લવ દેવે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લાગતા વેટ પર 2.50 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કર્યો છે. ત્યારે હવે ત્રિપુરામાં પણ પેટ્રોલ-ડીઝલ 5 રૂપિયા સસ્તાં મળી રહ્યાં છે.

ઝારખંડમાં કેટલો ઘટાડો થયો?

જ્યારે ઝારખંડની રઘુવર દાસ સરકારે પણ ડીઝલની કિંમતોમાં 2.5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની ઘોષણા કરી છે. જ્યારે પાડોશી રાજ્ય બિહારમામં હજુ સુધી કોઈપણ પ્રકારની ઘોષણા નથઈ થઈ. રાજ્યના ઉપમુખ્યમંત્રી સુશસીલ મોદીએ કહ્યું કે આ સંબંધમાં નાણામંત્રી અરુણ જેટલી તરફથી અમને કોઈપણ પ્રકારનો પત્ર મળ્યો નથી. પત્ર મળ્યા બાદ અમે કોઈ નિર્ણય પર પહોંચશું. એમણે કહ્યું કે દરેક રાજ્યની એમની અલગ સ્થિતિ છે.

ઉત્તર પ્રદેશમાં કેટલો ભાવ ઘટ્યો?

ઉત્તર પ્રદેશમાં કેટલો ભાવ ઘટ્યો?

નાણામંત્રી અરુણ જેટલીની અપીલ બાદ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર લાગતા વેટમાં અઢી રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની ઘોષણા કરી છે. એટલે કે જ્યારે ઉત્તર પ્રદેશસની જનતાને પણ પેટ્રોલ અને ડીઝલમાં 5 રૂપિયાની રાહત મળશે.

મધ્ય પ્રદેશમાં કેટલો ભાવ ઘટ્યો?

મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે પેટ્રોલ-ડીઝલમાં અઢી રૂપિયા ઘટાડવાની ઘોષણા કરી છે. જે બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા સસ્તું થયું.

હિમાચલ પ્રદેશમાં કેટલો ભાવ ઘટ્યો

હિમાચલ પ્રદેશની જય રામ ઠાકુરની આગેવાનીવાળી સરકારે પણ નાણામંત્રી અરુણ જેટલીની અપીલ બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના બાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે રાજ્ય સરકારની આ રાહત બાદ કુલ મળીને ઓઈલ કંપનીઓના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે.

હરિયાણા સરકારે કેટલો ભાવ ઘટાડ્યો

નાણામંત્રી અરુણ જેટલીની અપીલ બાદ હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 2.5 રૂપિયાની કિંમતો ઘટાડવાનો ફેસલો કર્યો છે. હરિયાણાના વિત્ત રાજ્ય મંત્રી કેપ્ટન અભિમન્યુએ ઓઈલમાં ઘટાડાની જાણકારી આપી.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સંતોની આજે મહત્વની બેઠકઅયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સંતોની આજે મહત્વની બેઠક

English summary
Maharashtra, Gujarat, UP, Jharkhan Chhattisgarh and Many states have reduced petrol diesel prices after FM Arun Jaitley Appeal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X