For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી લોલીપોપ! પેટ્રોલમાં 3 રૂપિયાનો ઘટાડો, જ્યારે ડીઝલ 50 પૈસા મોંઘુ

|
Google Oneindia Gujarati News

petrol
નવી દિલ્હી, 1 ઓક્ટોબર: એકવાર ફરી સરકારે લોકોને લોલીપોપ આપ્યું છે એવી જાહેરાત કરીને કે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે અને ડીઝલના ભાવમાં વધારો. સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને આપેલી જાણકારી અનુસાર પેટ્રોલમાં સોમવારે અડધી રાતથી પ્રતિ લીટર 3.05 રૂપિયાનો ઘટાડો થશે જ્યારે ડીઝલમાં 50 પૈસાનો વધારો થશે.

આઇઓસીએ જણાવ્યું કે રૂપિયામાં મજબૂતી અને આતંરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ ઘટવાના કારણે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તાજી જાહેરાતમાં જોકે રાજ્યો દ્વારા લગાવવામાં આવતા ટેક્સનો સમાવેશ કરવામાં નથી આવ્યો. આઇઓસીએ એક નિવેદનમાં જણાવ્યું કે 'મોટર સ્પિરિટની કીંમત ઘટવા અને ડોલરના મુકાબલે રુપિયામાં મજબૂતીના કારણે હવે પેટ્રોલનો ભાવ ઘટાડો સંભવ બન્યો છે. બંને કારણોથી એમએસ મૂલ્ય ઘટ્યું છે, જેનો લાભ ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે.'

આઇઓસીએ ડીઝલનો ભાવ વધારી દીધો છે. સરકારે આઇઓસીને દર મહીને એવું કરવા માટે જણાવ્યું છે. નિવેદનમાં જણાવ્યું છે કે 'હાલની વૃદ્ધિ બાદ પણ ખુદરા ડીઝલ પર પ્રતિ લીટર થનાર નુકસાન 10.52 રૂપિયા છે.'

ત્રણ સરકારી ઓઇલ કંપનીઓએ ગઇ વખતે 14 સપ્ટેમ્બર 2013ના રોજ પેટ્રોલ મૂલ્ય પ્રતિ લીટર 1.63 રૂપિયા વધારી દીધો હતો. એક સપ્ટેમ્બરના રોજ ડીઝલનો ભાવ પર પ્રતિ લીટર 50 પૈસા વધારવામાં આવ્યો હતો.

English summary
Petrol will cost Rs.3.05 less a litre, excluding state taxes, and diesel will be expensive by 50 paise per litre from midnight Monday, state-run Indian Oil Corporation (IOC) announced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X