For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાછલા 8 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી પેટ્રોલની કિંમત

પાછલા 8 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી પેટ્રોલની કિંમત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પાછલા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે રાહત મળી છે. પાછલા 8 મહિનામાં પેટ્રોલના ભાવ પુણેમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. પાછલા આઠ દિવસોમાં પેટ્રોલની કિંમત પર નજર નાખીએ તો આવું પહેલી વખત બન્યું જ્યારે પુણેમાં પેટ્રોલની કિંમ 80 રૂપિયા પ્રતિ લીટરથી નીચે ગઈ હોય. મંગળવારે પુણેમાં પેટ્રોલ લીટર દીઠ 79.50 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. પાછલા કેટલાક અઠવાડિયામાં જેવી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 79.50 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. પાછલા અઠવાડિયામાં જેવી રીતે પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે તેના પર નજર નાખીએ તો પેટ્રોલની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

નીચલા સ્તરે પહોંચ્યું પેટ્રોલ

નીચલા સ્તરે પહોંચ્યું પેટ્રોલ

ડિસેમ્બર 2017ની વાત કરીએ તે એ સમયે પુણેમાં પેટ્રોલની કિંમતમાં 77.80 રૂપિયા પ્રતિ લીટર હતી, જે બાદથી સતત પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો હતો, પરંતુ હવે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને પેટ્રોલ 80 રૂપિયા પ્રતિ લીટરથી નીચે આવી ગયું છે. જેવી રીતે અમેરિકાએ ઈરાન પર પોતાના પ્રતિબંધો ઘટાડી દીધા છે તે બાદ ભારત સહિત આઠ દેશોમાં ક્રૂડ ઓઈલની ખરીદીને મંજૂરી આપી દેવામાં આવી હતી, જેને પગલે પેટ્રોલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ પુણેમાં પેટ્રોલની કિંમ 91.16 રૂપિયાની હાઈએસ્ટ સપાટીએ પહોંચી ગયા હતા.

ઉચ્ચતમ સપાટી

ઉચ્ચતમ સપાટી

4 ઓક્ટોબરે પુણેમાં પેટ્રોલની કિંમત 91.16 રૂપિયા પ્રતિ લીટર હતી, જ્યારે ડીલની કિંમત 78.69 રૂપિયા પ્રતિ લીટર હતી. પરંતુ જેવી રીતે કેન્દ્ર સરકારે ઓઈલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો , તે બાદ લોકોને મહદઅંશે રાહત મળી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લગાવવામાં આવતા કરમાં ઘટાડો કર્યો હતો, જે બાદ પેટ્રોલની કિંમત 86.81 રૂપિયા અને ડીઝલની કિંમત 76.10 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ હતી.

અમદાવાદમાં પેટ્રોલની કિંમત

અમદાવાદમાં પેટ્રોલની કિંમત

અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદમાં પણ 48 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 42 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 70.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 71.55 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

સ્ટેમ્પ ડ્યૂટી શું છે, આ ફી ક્યા આધારે લગાવાય છે?સ્ટેમ્પ ડ્યૂટી શું છે, આ ફી ક્યા આધારે લગાવાય છે?

English summary
Petrol price drops to 79.5 in Pune least in last 8 months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X