ભાવમાં લાગી આગ: પેટ્રોલ 75 પૈસા, ડીઝલ 50 પૈસા બન્યું મોંઘુ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: વૈશ્વિક સ્તર પર કાચા તેલના ભાવમાં વધારો તથા રૂપિયાના ભાવમાં નબળાઇના લીધે ખર્ચ વધતાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 75 પૈસા અને ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

આ ભાવવધારો શુક્રવારે મધરાત્રિથે લાગૂ થઇ જશે.તેમાં સ્થાનિક વેચાણકર તથા વેટ સામેલ નથી. એવામાં શહેરદીઠ વધારો અલગ અલગ રહેશે. આ પહેલાં પેટ્રોલના ભાવના ભાવ ગત 21 ડિસેમ્બરના રોજ 41 પૈસા (વેટ સામેલ નહી) પ્રતિ લીટર વધારવામાં આવ્યા હતા. તે સમયે સરકારે પેટ્રોલ પંપ ડીલરોનું કમીશન વધાર્યું હતું.

મધરાત્રિથી દિલ્હીમાં પેટ્રોલના ભાવ 91 પૈસા પ્રતિલીટર વધીને 72.43 રૂપિયા પ્રતિ લીટર થશે, જે અત્યારે 71.52 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ દિલ્હીમાં ડીઝલના ભાવ ટેક્સ સહિત 56 પૈસા પ્રતિ લીટર વધીને 54.34 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. મુંબઇમાં ડીઝલ 60.80 રૂપિયા પ્રતિલીટર થી વધીને 61.42 રૂપિયા પ્રતિલીટર થશે.

petrol

ડીઝલના ભાવમાં વધારો સરકારના જાન્યુઆરી 2013ના તે નિર્ણયને અનુરૂપ છે જેમાં દર મહિને તેના ભાવ 50-50 પૈસા પ્રતિલીટર વધારવાની પરવાનગી આપી દિધી હતી. આ વધારો તે સમય સુધી થવાની હતી જ્યાં સુધી કે તે ઇંઘણ પર પુરૂ નુકસાન સમાપ્ત ન થઇ જાય.

ભારતીય ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ ભાવ વધારાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ 12મા ભાવવધારા બાદ પણ પેટ્રોલિયમ કંપનીઓને ડીઝલના વેચાણ પર પ્રતિ લીટર પર 9.24 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે ભાવવધારો 1 જાન્યુઆરીના રોજ થવાનો હતો, પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ એમ ન કર્યું કારણ કે આમ થતાં તેને કંપનીઓ તરફથી નવા વર્ષની ભેટ કહેવામાં આવતી.

આ પહેલાં 21 ડિસેમ્બરના રોજ ડીઝલના ભાવમાં 10 પૈસા પ્રતિલીટર વધારવામાં આવ્યા હતા. તે સમયે ડીલરના કમીશનમાં વધારાના કારણે ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા. ગત વર્ષે જાન્યુઆરીથી ડીઝલમાં કુલ મળીને 7.19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

English summary
Oil marketing companies (OMCs) have increased the price of petrol by a 75 paise a litre and diesel by 50 paise a litre as global crude prices went up and the rupee value fell.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.