• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોંઘવારીની માર: પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ અડધી રાતથી લાગુ

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: મોઘવારીના દૌરમાં સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીની થપ્પડ પડી છે. એકવાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. પેટ્રોલના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવ 45 પૈસા પ્રતિ લીટર વધારવામાં આવ્યા છે. વધેલા ભાવ આજે રાતથી લાગુ પાડવામાં આવશે.

સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 1.50 રૂપિયા અને ડીઝલની કિંમતોમાં 45 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સરકારે ડીઝલ પર અંડર રિકવરીને ધ્યાનમાં રાખીને કંપનીઓ ગયા મહિને ડીઝલના કીંમતોમાં ધીરે ધીરે વધારો કરવાની સ્વતંત્રતા આપી હતી. જેને ધ્યાનમાં રાખતા કંપનીઓએ 18 જાન્યુઆરીના રોજ ડીઝલ ભાવ 45 પૈસા પ્રતિ લીટર વધાર્યા હતા.

કંપનીઓનું કહેવું છે કે હાલની કિંમત પર ડીઝલ વેચવાથી તેમને 9 રૂપિયા પ્રતિ લિટર નુકસાન થઇ રહ્યું છે. પેટ્રોલની કિંમતોને સરકારી નિયંત્રણ હટાવી દીધા બાદ અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવમાં વધારો થઇ ચૂક્યો છે.

પેટ્રોલના ભાવ વધ્યા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલ 68.76 રૂપિયા પ્રતિ લીટર, લખનઉમાં 74.04, મુંબઇમાં 75.50, કોલકાત્તામાં 76.22, ચેન્નાઇમાં 71.61, પટનામાં 73.41, જ્યારે દેહરાદૂનમાં 71.68 રૂપિયા પ્રતિ લીટરે મળશે.

English summary
Petrol price hiked by Rs1.50, diesel 45 paise , effected from today midnight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X