Petrol-Diesel Price: પેટ્રોલના ભાવમાં વધારો, મુંબઈમાં કિંમત 94ને પાર, જાણો તમારા શહેરના રેટ
Petrol prices cross Rs 94/litre in Mumbai, diesel reached 84.63 rs: નવી દિલ્લીઃ કોરોના અને ઠંડીના માર સહી રહેલ દેશવાસીઓ અત્યારે મોંઘુ પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે મજબૂર છે. તેલના ભાવમાં સતત થઈ રહેલ વધારાએ સામાન્ય જનતાને હેરાન કરી દીધી છે. બુધવારે સવારે એક વાર ફરીથી પેટ્રોલના ભાવોમાં આગ લાગી છે. આજે મુંબઈમાં પેટ્રોલની કિંમત 94 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. જેણે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આની પહેલા ગયા સપ્તાહે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રીમિયમ પેટ્રોલ 101.54 રૂપિયા પ્રતિ લિટર વેચાયુ હતુ. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે કાલે તેની કિંમત 61 ડૉલર પ્રતિ બેરલ હતી જેનો પ્રભાવ ઈંધણની કિંમતો પર પડી રહ્યો છે.
એક નજર આજના મોટા શહેરોના ઈંધણના ભાવો પર
પેટ્રોલની કિંમત આજે
- દિલ્લીમાં પેટ્રોલ 87.60 રૂપિયા પ્રતિ લિટર
- કોલકત્તામાં પેટ્રોલ 88.92 રૂપિયા પ્રતિ લિટર
- મુંબઈમાં પેટ્રોલ 94.12 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નઈમાં પેટ્રોલ 89.96 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉમાં પેટ્રોલ 86.57 રૂપિયા પ્રતિ લિટર
- ચંદીગઢમાં પેટ્રોલ 84.31 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુમાં પેટ્રોલ 90.53 રૂપિયા પ્રતિ લિટર
- અમદાવાદમાં પેટ્રોલ 84.86 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલની કિંમત આજે
- દિલ્લીમાં ડીઝલ 77.73 રૂપિયા પ્રતિ લિટર
- કોલકત્તામાં ડીઝલ 81.31 રૂપિયા પ્રતિ લિટર
- મુંબઈમાં ડીઝલ 84.63 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નઈમાં ડીઝલ 82.90 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉમાં ડીઝલ 79.09 રૂપિયા પ્રતિ લિટર
- ચંદીગઢમાં ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુમાં ડીઝલ 82.40 રૂપિયા પ્રતિ લિટર
- અમદાવાદમાં ડીઝલ 83.70 રૂપિયા પ્રતિ લિટર
સરકારનુ નિવેદન
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર સરકારનુ કહેવુ છે કે આ વધારો થોડા સમય માટે છે અને જલ્દી આમાં ઘટાડો થશે. જો કે વિપક્ષી દળો પણ કેન્દ્ર સરકાર પર ઈંધણના ભાવો પર લગામ ન લગાવી શકવા માટે સતત હુમલા કરી રહ્યા છે.
આ રીતે જાણો તમારા શહેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા પોતાના મોબાઈવમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને એસએમએસ પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ હશે. જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.
Happy Teddy Day 2021: પ્રેમને ટેડી બિયર સાથે શું લેવા-દેવા?