પેટ્રોલના ભાવમાં થઇ શકે છે 2 રૂપિયાનો વધારો

ઓઇલ કંપનીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરે વધારો કરવામાં આવી શકે છે અને ડીઝલ 50 પૈસા મોંધુ બની શકે છે. ડોલરના મુકાબલે રૂપિયો સતત તૂટતો રહ્યો છે. શુક્રવારે એક ડોલરની કિંમત 57.51 રૂપિયા હતી. તૂટતા રૂપિયાના કારણે કાચા તેલની આયાત પહેલાંથી જ મોંઘી પડી રહી છે. જો કે ઓઇલ કંપનીઓ શનિવારે સાંજે કિંમતોમાં વધારાના જાહેરાત કરી શકે છે.
આ પહેલાં 31 મેના રોજ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશ: 75 પૈસા અને 50 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં અત્યારે પેટ્રોલ 63.99 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જો આજે વધારો થયો તો પેટ્રોલના ભાવ દિલ્હીમાં 66 રૂપિયાના આંકડાને પાર કરી દેશે. ડીઝલના ભાવમાં દર મહિને 50 પૈસા પ્રતિ લિટરનો વધારો પહેલાંથી નક્કી છે.












Click it and Unblock the Notifications
