For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પંપ માલિકો પણ પરેશાન

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પંપ માલિકો પણ પરેશાન

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો સામાન્ય નાગરિકોની કમર તો તોડી જ રહી છે, પણ હવે પંપ માલિકો પણ આ વધતી કિંમતોને પગલે પરેશાન થઈ રહ્યા છે. વધતી કિંમતોથી પંપ ડીલર્સ માટે એક મોટી મુશ્કેલી સામે આવીને ઉભી છે. બુધવારે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 2.95 રૂપિયા અને ડીઝલ 80.76 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે. એવામાં જો પેટ્રોલના ભાવ વધીને 100 રૂપિયા સુધી પહોંચી જાય તો કંપનીઓ માટે નવી મુશ્કેલી પેદા થશે, કેમ કે પેટ્રોલ પંપો પર ઉપયોગમાં લેવામાં આવતા મશીનોમાં માત્ર બે ડિજિટના નંબર જ નોંધાયેલ છે.

ભાવ વધવાથી આ સમસ્યા ઉભી થશે

ભાવ વધવાથી આ સમસ્યા ઉભી થશે

પેટ્રોલ પંપો પર લાગેલ મશીનોમાં પેટ્રોલ અને ડીઝલ એમ બંનેની મહત્તમ કિંમત 99.99 રૂપિયા જ નોંધાયેલ છે. ડેસિમલ ફિગરથી પહેલા આ મશીનમાં બે અંક જ ફીડ કરી શકાય ચે. એવામાં જો પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાની સપાટી પર પહોંચી જાય તો ડિસ્પેંસિંગ યૂનિટ (DUs) કામ કરતાં બંધ થઈ જશે. કિંમત 100 રૂપિયાની સપાટી પર પહોંચતાની સાથે જ મશીન 0.00 રેટ દેખાડશે.

ડીલર્સ અને ગ્રાહક બંનેની મુશ્કેલી વધશે

ડીલર્સ અને ગ્રાહક બંનેની મુશ્કેલી વધશે

જો આવું થયું તો પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસેથી અલગથી રૂપિયા લેવા પડશે. ઑલ ઈન્ડિયા પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના ચેરમેન એમ પ્રભાકર રેડ્ડીએ કહ્યું કે જ્યારે મશીન (DSu) બનાવવામં આવી રહ્યાં હતાં, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે કિંમતો હરણફાડ દોટ લગાવશે. એમણે કહ્યું કે જ્યારે મશીમાં અંક ફીડ કરવામાં આવી રહ્યા હતા ત્યારે કોઈએ વિચાર્યું નહતું કે પ્રતિ લીટર પેટ્રોલના ભાવ એકદિવસ 100 રૂપિયા સુધી પહોંચી જશે અને અંતિમ ક્ષણે હડબડી મચશે. જેનાથી ડીલર્સ અને ગ્રાહકો બંને પરેશાની થશે.

ગ્રામીણ ક્ષેત્ર કે નાના શહેરોમાં જૂનાં મશીન વધુ છે

ગ્રામીણ ક્ષેત્ર કે નાના શહેરોમાં જૂનાં મશીન વધુ છે

રેડ્ડીએ કહ્યું કે સિસ્ટમને અપગ્રેડ કરવામાં સમય લાગે છે અને આનાથી રિટેલ ઈન્ડસ્ટ્રી પણ અટકાઈ જાય છે. ત્યારે આંકડા યોગ્ય રીતે દેખાય તે માટે ઓઈલ કંપનીઓ તૈયારી કરી રહી છે, આના માટે મશીનને અપગ્રેડ પણ કરવામાં આવી રહ્યાં છે. એક રિપોર્ટ મુજબ મોટાભાગે પેટ્રોલ પંપોને અપગ્રેડ થવાની જરૂરત નથી અને એવાં પેટ્રોલ પંપ બહુ ઓછાં છે જેમની પાસે જૂનાં મશીન હોય, પણ ગ્રામીણ ક્ષેત્રમાં આવેલા મોટાભાગના પંપોએ જૂનાં મશીન આવેલાં છે.

અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે રૂપિયો, 73.33 રૂપિયા પ્રતિ ડોલર અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે રૂપિયો, 73.33 રૂપિયા પ્રતિ ડોલર

English summary
Petrol Pumps To Face A Big Problem If Petrol-Diesel Prices Keep Rising Like This And Reach 100 Mark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X