આના વગર PFના પૈસા નહીં ઉપાડી શકો, બદલાયો આ નિયમ
દેશમાં નોકરી કરનાર લોકોનું પોતાનું પીએફ અકાઉન્ટ હોય છે. પહેલા પીએફ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં ગ્રાહકોને ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે EPFO પોર્ટલના માધ્યમથી ઓનલાઈન સહેલાઈથી પૈસા ઉપાડી શકાય છે. પહેલા પૈસા ઉપાડવામાં અઠવાડિયાઓ લાગતા હતા. પરંતુ ઓનલાઈન ક્લેમ કરવાની પ્રક્રિયા હવે બદલાઈ છે. એટલું જ નહીં તમારે જો પીએફ અંગે કોઈ માહિતી કે સવાલ હશે તો પણ તે ઝડપથી ઉકેલ આવશે.
હવે પીએફ ખાતામાંથઈ એડવાન્સ પૈસા (ફોર્મ 31) ઉપાડવા માટે કર્મચારીને પાસબુક કે ચેકની સ્કેન કોપી પણ અપલોડ કરવી પડશે. અત્યાર સુધી તેની જરૂર નહોતી પડતી

PF ખાતાધારકોની સમસ્યા આ રીતે થશે દૂર
યુનિવર્સલ અકાઉન્ટ નંબર UAN દ્વારા કર્મચારીઓ પોતાના PF અકાઉન્ટની માહિતી રાખે છે અને પીએફ ખાતાનું ધ્યાન રાખી શકો છો. UAN સંબંધી ફરિયાદોના નિકાલ માટે એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગોનાઈઝેશન એટલે કે EPFOએ KYC સંબંધિત ફરિયાદોનો ઉકેલ લાવવા માટે ત્રણ દિવસીય સેટલમેન્ટ પિરીયડ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના કાર્યક્રમ દરમિયાન સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડના કમિશનરે કહ્યું કે કેટલાક કર્મચારીઓનો ડેટામાં ભૂલને કારણે યુએએન જનરેટ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું કે અમે હાલ એક વૈકલ્પિક ટેક્નોલજોી પર વિચાર કરી રહ્યા છીએ. અમે KYCની ફરિયાદ માટે ત્રણ દિવસીય સેટલમેન્ટ પીરિયડની દિશામાં કામ કરી રહ્યા છીએ.
જેમનો UAN નંબર આધાર નંબર સાથે જોડાયેલો છે, તેમના એક બેન્ક ખાતા અને એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેની માહિતીને આધારે સમસ્યા દૂર કરવાની કોશિશ કરવામાં આવશે. EPFOની ફરિયાદો અટકાવવા માટે તપાસની સમય મર્યાદા વધુમાં વધુ 2 વર્ષ કરવા સુધી સીમિત હતી તે નિયમમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ અપાશે. તેમણે કહ્યું નીરિક્ષણ પ્રક્રિયા સહેલી બનાવવા માટે તેમાં ઈ નીરિક્ષણ પ્રણાલી શરૂ કરવામાં આવશે. જેનાથી વધુ જરૂરિયાત પડવા પર જાતે નીરિક્ષણ કરી શકાય.

આ રીતે ઉપાડી શકો છો પૈસા
- પીએફના પૈસા ઉપાડવા માટે તમારે https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ પર જવું પડશે.
- અહીં તમારે તમારા યુનિવર્સલ અકાઉન્ટ નંબર અને પાસવર્ડ સાથે લોગ ઈન કરવું પડશે.
- બાદમાં હોમ પેજ પર ઓનલાઈન સર્વિસ કેટેગરીમાં જાવ.
- અહીં તમારે રજિસ્ટર્ડ બેન્ક અકાઉન્ટના છેલ્લા 4 આાંકડા મૂકીને વેરિફાય કરવું પડશે.
- બાદમાં પ્રોસિડ ફોર ઓનલાઈન ક્લેમ પર ક્લિક કરો.
- અહીં સિલેક્ટ ક્લેમ ઓપ્શન આવશે, જેમાં તમારે ક્લેમ (ફોર્મ - 31, 19, 10સી, 10ડી) પર ક્લિક કરવું પડશે.
- આ ક્લેમ ઓપ્શનમાં તમારે અમાઉન્ટ, એડ્રેસ અને પાસબુક કે ચેકની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.
- તેના આગળના સ્ટેપમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી વેરિફાય કરતા જ તમારી પીએફની રકમ ક્લેમ રિક્વેસ્ટ એક્ટિવ થશે.
- બાદમાં તમે ક્લેમ સ્ટેટસ ટેબ પર જોઈને તમે જોઈ શકો છો.

પીએફ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન સરકાર અથવા પ્રાઈવેટ નોકરી કરવા માટે બનાવાયું છે. નોકરિયાત લોકોએ પોતાની સેલરીમાંથી બચત કરવી સહેલી નથી હોતી. આ વાતને સમજતા ઈપીએફઓ બનાવાયું છે. જેમાં નોકરિયાત લોકોની સેલરીમાંથી PFના પૈસા કાપવામાં આવે છે. અને અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જેને પીએફ અકાઉન્ટ કહે છે.
તમને જણાવી દઈએ કે પ્રાઈવેટ કંપનીઓના કર્મચારીઓ માટે EPF કહેવાય છે, જ્યારે સરકારી કર્મચારીઓ માટે GPF કહેવાય છે. નવા નિયમો પ્રમાણે 2004 બાદ સરકારી નોકરીમાં આવતા કર્મચારીઓને પેન્શન નથી મળતું. EPFનો ઉદ્દેશ્ય એક નિશ્ચિત ઉંમર બાદ કર્મચારીઓને પેન્શનની સુવિધાનો લાભ મળે છે.
જે સરકારી અથવા પ્રાઈવેટ કર્મચારીઓનો પીએફ કપાય છે, તેની સુવિધાથી કોઈ પણ વ્યક્તિ પોતાના પીએફ અકાઉન્ટ નંબર અંગેની માહિતી મેળવી શકે છે.

આ રીતે ઓનલાઈન પીએફ બેલેન્સ ચેક કરો
સૌથી પહેલા www.epfindia.com ઓપન કરો.
નીચે તમારા For Employeesનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે.
આ નવા પેજ Know Your UAN સ્ટેટસ દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે.
આ નવા પેજ પર તમારુ રાજ્ય સિલેક્ટ કરો. સાથે માગેલી માહિતી છે.
ડિટેઈલ ઈનપુટ કર્યા બાદ ચેક સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારા જમા પૈસાની રકમ કેટલી છે, તે આંકડો તમારી સામે હશે.
પીપીએફ: આ રીતે કરો રોકાણ, મળશે 1 કરોડનું ફંડ