PNB એકાઉન્ટ ધારક સાવધાન! 61 લોકોના ખાતામાંથી 15 લાખ રૂપિયા ગાયબ થયા
કલ્પના કરો કે જો તમારી પાસે તમારા એટીએમ કાર્ડ હોય, તેમ છતાં તમારા એકાઉન્ટમાંથી લખો રૂપિયા કોઈ ઉપાડી લે. તમે વિચારતા રહી જશો, પરંતુ હેકરો તમારી વિચારસરણીથી ખુબ આગળ તમારા ખિસ્સામાં મુકેલા એટીએમ અડક્યા વગર તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. પંજાબ નેશનલ બેન્કના 61 ખાતાધારકો સાથે પણ આ જ થયું. આ બધા ખાતાઓમાંથી કુલ મળીને 15 લાખ રૂપિયા કોઈએ ઉપાડી લીધા. અને જ્યારે બેંકે ખાતાધારકની ફરિયાદ પર તપાસ કરી ત્યારે બેંકે તેની માહિતી મેળવી,ત્યારે જાણ્યું કે તે માત્ર એક ખાતાની સાથે જ નહીં, પરંતુ 61 ખાતાધારકો સાથે થયું છે.
આ મોટી બેંકએ સસ્તી કરી હોમ-ઑટો-પર્સનલ લોન, જાણો કેટલી ઓછી થશે EMI

પીએનબી એકાઉન્ટ ધારક સાવધાન
મીડિયા રિપોર્ટ મુજબ, પીએનબીના 61 ખાતાધારકોના ખાતાઓમાંથી 15 લાખ રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ નવી દિલ્હીના વસંત વિહાર સ્થિત પીએનબી બ્રાન્ચ સાથે સંક્ળાયેલા 61 ખાતાધારકોના 15 લાખ રૂપિયા એટીએમમાંથી ઉપાડી લીધા. ઘટનાની તપાસ કર્યા પછી, બેંકે પોલીસમાં કેસ દાખલ કર્યો અને તેના ગ્રાહકો માટે સલાહ જારી કરી.

પીએનબી ખાતાધારકોને કર્યા એલર્ટ
સમાચાર મુજબ, પીએનબી ખાતાધારકોએ બેંકને જાણ કરી હતી કે કોઈપણ માહિતી વિના તેમના એટીએમમાંથી પૈસા નીકળી ગયા છે. જ્યારે આ પ્રકારની ફરિયાદ ઘણા ખાતાધારકો પાસેથી આવી હતી, ત્યારે બેંકે આ બાબતે તેની તપાસ કરી હતી. આ ઘટના સાચી થઈ તે પછી, બેંકે ગ્રાહકોની સૂચિ તૈયાર કરી જેના એકાઉન્ટ્સ માંથી એટીએમ દ્વારા પૈસા નીકળી ગયા તો 61 એકાઉન્ટ્સ મળી આવ્યા હતા. આ બનાવ પછી પીએનબીએ તેના ગ્રાહકોને સલાહ જારી કરી છે. બેંકે કેટલીક સરળ રીતો પ્રદાન કરી છે, જેના દ્વારા તમે તમારા એકાઉન્ટને સરળતાથી સુરક્ષિત કરી શકો છો.

આ રીતે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખો
પીએનબીએ તેના ખાતાધારકોને તેમના એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે ત્રણ ટિપ્સ આપી છે. ત્રણ સરળ સ્ટેપ સાથે, એકાઉન્ટ ધારકો તેમના એકાઉન્ટ્સને સુરક્ષિત રાખી શકે છે. પીએનબી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એકાઉન્ટ ધારક તમારા ડિવાઇસ પર ઓટો લૉકને સક્ષમ કરો. આ સાથે જ તમારા SIM માટે PIN નો ઉપયોગ કરો. આવી પરિસ્થિતિમાં, મોબાઇલ ચોરી થયા પછી પણ હેકરો તમારા SIM નો ઉપયોગ કરી શકશે નહીં. તમારા મેમરી કાર્ડ માટે પાસવર્ડ સેટ કરો. આમ કરવાથી તમે તમારું એકાઉન્ટ વધુ સુરક્ષિત બનાવી શકશો. તથા તમારે તમારા સિસ્ટમમાં સારું એન્ટિ-વાયરસ સૉફ્ટવેરને ઇન્સ્ટોલ કરવું જોઈએ. કોઈ નકલી સૉફ્ટવેર ડાઉનલોડ કરવાનું ટાળો. જો કાર્ડ ખોવાઈ જાય, તો તરત જ બેંકને કૉલ કરો અને કાર્ડને બ્લોક કરવો.