For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે મધરાતથી પેટ્રોલ 2.41 અને ડીઝલ 2.25 રૂપિયા સસ્તું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ઓક્ટોબર : આજ રાતથી પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાના છે. આજે મધરાતથી અમલમાં આવનારી નવી કિંમતો મુજબ પેટ્રોસમાં 2.41 રૂપિયા અને ડીઝલમાં 2.25 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.

સરકારે બે સપ્તાહ પહેલા જ ડીઝલની કિંમતો નિયંત્રણમુક્ત બનાવી હતી. તે સમયે ડીઝલની કિંમતોમાં રૂપિયા 3.37નો ઘટાડો નોંધાયો હતો. આ ભાવ ઘટાડાથી પેટ્રોલની કિંમતો છેલ્લા 16 મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચી છે. ડીઝલ પણ એક વર્ષ પહેલાના સ્તરે પહોંચી ગયું છે. જેના કારણે મોંઘવારી ઘટવાની સંભાવના છે. કારણ કે બે સપ્તાહના સમયમાં ડીઝલની કિંમતો અંદાજે 11 ટકા જેટલી ઘટી છે.

diesel-pump-1

નોંધનીય છે કે ઓગસ્ટ બાદ પેટ્રોલની કિંમતોમાં સતત છઠ્ઠીવાર ઘટાડો નોંધાયો છે. સબસિડી ખતમ કરવામાં આવી ત્યાર બાદ ડીઝલની કિંમતોમાં પણ પ્રથમવાર ઘટાડો નોંધાયો છે. કેબિનેટ દ્વારા 18 ઓક્ટોબરના રોજ સરકારી ઓઇલ એન્ડ માર્કેટિંગ કંપનીઓને ડીઝલનો માર્કેટ રેટ વસૂલ કરવાની પરવાનગી આપી હતી. આ સાથે તેમાં પ્રતિ લીટર રૂપિયા 3.37 રૂપિયાનો કાપ આવ્યો હતો. પેટ્રોલને યુપીએ સરકારે ગયા વર્ષે નિયંત્રણમુક્ત કર્યું હતું.

પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઘટાડાનું એક કારણ ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમતો ઘટવાનું છે. આ કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલની કિંમતો ઘટાડવામાં આવી રહી છે. બ્રેંટ ક્રૂડની કિંમતો બે સપ્તાહ પહેલા 82.60 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ હતી. જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછી હતી.

English summary
Price cut in petrol and diesal effective from today midnight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X