
Big News: રસોઈ ગેસ મોંઘો થશે, સરકારના નિર્ણયથી આટલી કિંમત વધશે
આગામી સપ્તાહથી રસોઈ ગેસ મોંઘો થશે. સરકારના નિર્ણયને લીધે તમારા પર મોંઘવારીનો માર પડશે. જી હા, આગામી સપ્તાહમાં PNG અને CNG ની કિંમતમાં વધારો થશે. હકીકતમાં સરકારે ડોમેસ્ટિક નેચરલ ગેસના ભાવમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારાની અસર PNG અને CNG ગેસ પર પડવાની છે તે નક્કી છે. આવામાં રસોઈ ગેસમાં વધારો થશે.

રસોઈ ગેસ મોંઘો થશે
કેન્દ્ર સરકારે નેચરલ ગેસના ભાવમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. એપ્રિલ-સપ્ટેમ્બરમાં નેચરલ ગેસના ભાવમાં 3.36/ MMBtu ડોલરથી વધીને 3.69/ MMBtu ડોલર થયો છે. પહેલી એપ્રિલથી ભાવમાં વધારો થશે, ત્યારબાદ પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો થશે તે નક્કી જ છે. આ વધારો 1 એપ્રિલ, 2019 થી લાગુ થશે.

તમારા પોકેટ પર સીધી અસર
નેચરલ ગેસના ભાવમાં વધારો થતાં CNG અને ઘરોમાં રસોઈ ગેસ તરીકે વપરાતો પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG ની કિંમતો વધી જશે. વધતી જતી કિંમતો સાથે PNG નું બિલ વધશે અને તમારા ઘરનું બજેટ બગડી શકે છે.

અહીં પણ અસર થશે
માત્ર એલપીજી અને સીએનજીના ભાવમાં વધારો જ નહીં, પરંતુ રેટીંગ એજન્સી કેર દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર યુરિયા અને પેટ્રોકેમિકલના ઉત્પાદનની કિંમત પણ વધશે. આ કારણ છે કે આ ઉદ્યોગમાં નેચરલ ગેસનો ઉપયોગ ફીડસ્ટોક તરીકે થાય છે. આવામાં, નેચરલ ગેસના ભાવમાં વધારાની અસર અહીં પણ જોવા મળશે.